બનાસકાંઠાઃ અંબાજી મંદિર ખાતે સોનાની પાદુકા ભેટમાં આવી છે.  અમદાવાદનાં ઘાટલોડિયા જય ભોલે ગ્રુપ દ્વારા સોનાની પાદુકા ભેટ આપવામાં આવી છે.  231 ગ્રામની પાદુકા જેની  કિંમત 11 લાખ 41 હજારની ભેટ આપી છે. 52 ગજની ધજા અને અષ્ટધાતુનો શ્રી યંત્ર સાથે ભક્તો અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા. આવનારા દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે.  દરરોજ હજારો માઇભક્ત માના દર્શનાથે આવે છે.




Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
બનાસકાંઠાઃ અમીરગઢ પાસે બનાસ નદીમાં વધુ  યુવક ડૂબ્યો હતો. મોડી સાંજે નદીમાં ન્હાવા પડેલ યુવકની લાશ બહાર કાઢવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં અમીરગઢ પંથકમાં નદીમાં ડૂબવાની ત્રીજી ઘટના સામે આવી છે. મામલતદાર નું જાહેરનામું હોવા છતાં પણ લોકો જીવના જોખમે નદીમાં ન્હાવા પડી રહ્યા છે.


ગઈ કાલે કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં બે યુવકો ડૂબ્યા હતા. ઉંબરી ગામનાં વાલ્મિકી પરિવારના બે યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. બનાસ નદીના પાણીના પ્રવાહમાં બે યુવાનો ડૂબ્યા હાત. ભારે જયમત બાદ એક યુવાનની લાશ નીકાળી બહાર. સ્થાનિક તરવૈયા અને તંત્રએ મોડી સાંજ સુધી યુવકની લાશ બહાર નીકળી ખસેડાઇ પી.એમ અર્થે. 13 વર્ષીય ઘટાડ નરસિંહભાઈ જ્યોતિભાઈનો મૃતદેહ નદીના પ્રવાહમાંથી મળી આવ્યો. અન્ય એક યુવકની મૃતદેહ ની શોધખોળ કરી શરૂ. બે દિવસમાં 8 લોકો બનાસ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. 


અગાઉ કાંકરેજના ઉંબરી ગામ પાસે નદીમાં ન્હાવા જતા બે યુવકો ડૂબ્યા હતા. ડીસાના છત્રાલા પાસે નદીમાં આધેડ ડૂબ્યો. આ પછી નદીના પ્રવાહમાં જતા વધુ ત્રણ યુવકો ડૂબ્યા હતા. બનાસનદીમાં બે દિવસ માં કુલ 8 લોકો ડૂબ્યા. તંત્રએ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી છે.


નદીમાં ઊંડા ખાડા હોવાને કારણે ડૂબી જવાનો ભય રહે છે. તેમ છતાં લોકોએ બેદરકારી દાખવતા છેલ્લા બે દિવસમાં ન્હાવા પડેલા 8 લોકોએ જીવ ગુમાવ્યો. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.