અમદાવાદ: રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે.  આવતીકાલથી ગરમી ઓછી થવાની આગાહી કરી છે. મોચાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ આપ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે  આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે.  આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે.  આગામી પાંચ દિવસ બેથી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.


રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. મોચાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટવાની આગાહી છે.


ગુજરાતના 15 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.  પાટણ  45.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે.  અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન, આણંદમાં 43.7 ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, અમરેલી 43.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.9, ડીસામાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


તલાટીની પરીક્ષામાં આ સેન્ટર પર  મોટી બેદરકારી આવી સામે, જાણો તમામ વિગતો

તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ગુજરાત પંચાયત પસંદગી મંડળ તથા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હવે તલાટીની પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક યુનિટમાં 123 પરીક્ષાર્થીના થમ્બ ઇમ્પ્રેશન નથી લેવામાં આવ્યા.  હસમુખ પટેલે કહ્યું કે, તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા  છે. ડમી ઉમેદવારની ચકાસણી માટે અમારી પાસે પૂરતા પુરાવા છે. 


વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં  લેવાયેલી તલાટીની પરીક્ષામાં ગંભીર ક્ષતિ સામે આવી છે. પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન જ લેવાયા ન હતા. પોલિટેકનિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાં ગંભીર ક્ષતિ થઈ હોવાનો હવે ખુલાસો  થયો છે.   આ મામલે જિલ્લા કલેકટર અતુલ ગોરે તપાસના આદેશ આપ્યા છે.  આ ઘટનાથી અનેક સવાલો ઉઠે છે કે શું ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડવા આવું તરકટ રચાયું હતું કે શું. OMR શીટ પર થમ્બ ઇમ્પ્રેશન કેમ ન લેવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે. આ મુદ્દે પરીક્ષા કેન્દ્રમાં લાગેલા CCTV કેમેરાથી ક્રોસ વેરીફીકેશન કરવાના આદેશ પણ અપાયા છે.  પરીક્ષા ખંડના CCTVના આધારે ઉમેદવારોનું ક્રોસ વેરિફિકેશન કરાશે. જોકે મહત્વનું છે કે  સમગ્ર મામલે કલેક્ટર અતુલ ગોરે તપાસના આદેશ આપી દીધા છે. 


વડોદરામાં તલાટીની યોજાયેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે  જણાવ્યું છે કે  વડોદરાની એમ એસ યુનિવર્સિટીના પોલિટેકનિક સેન્ટરમાં આ ઘટના બની છે. 15 વર્ગખંડમાં OMR શિટમાં અંગૂઠાની છાપ લેવાવામાં આવી નહોતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ધ્યાનમાં આવતા 7 વર્ગખંડમાં અંગૂઠાની છાપ લેવાઈ હતી. કુલ 8 વર્ગખંડના ઉમેદવારોના અંગૂઠાની છાપ લેવાઈ નથી. જો આ કેસમાં ડમી ઉમેદવાર અંગે માહિતી મળશે કે આક્ષેપ થશે તો ચકાસણી માટેના પૂરતા પુરાવા છે.