ગાંધીનગરઃ ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર ચડતો જાય છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં મધ્ય લેવલે સર્જાયેલા હાઇપ્રેશરની અસરથી ભેજ ઘટતાં જમીન સુકી બની છે. જેથી રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી તેમજ અમદાવાદ 43.7 ડિગ્રી સાથે રાજ્યનું પ્રથમ અને દેશનું છઠ્ઠું ગરમ શહેર બન્યું હતુ.
એટલું જ નહિ, 20 વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર કરી ગયો છે. શુક્રવારે અમદાવાદમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી અમદાવાદ મ્યુનિ.એ ઓરેન્જ એલર્ટ અને પછીનાં ત્રણ દિવસ યલો એલર્ટ જારી કર્યું છે. હિટવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી ગયો હતો. અમદાવાદમાં હિટવેવની અસરોથી ભેજનું પ્રમાણમાં 30 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો.
આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો 42.થી 43.0 ડિગ્રીથી વધુ નોંધાતા લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાક દરમિયાન રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા સહિત સોરાષ્ટ્ર-કચ્છનાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છમાં હિટવેવની અસરોથી ગરમીનો પારો 43 ડિગ્રીની અાસપાસ રહેવાની શક્યતા છે.
આગામી પાંચ દિવસ પડશે કાળઝાળ ગરમી, અમદાવાદ 43.7 ડિગ્રીમાં શેકાયું
abpasmita.in
Updated at:
05 Apr 2019 07:19 AM (IST)
ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર ચડતો જાય છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -