UPSC Result 2023: યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટૉપ કર્યુ છે, ટૉપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ 4માં ચારેય યુવતીઓ છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ પરિણામને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતીઓ આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે. બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ મેળવ્યુ છે, સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ પાંચમા ક્રમે આવી છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના પછીના લગભગ 15 દિવસ બાદ જાહેર કરવામાં આવશે.


ખાસ વાત છે કે, આ પરીક્ષામાં ગુજરાતના 16 ઉમેદવારો પાસે થયા છે, જેના નામ અહીં આપવામાં આવેલા છે.....


UPSCમાં ગુજરાતના સફળ થયેલાઓના નામ


1 ચિંતન દુધેલા
2 નયન સોલંકી
3 ઉત્સવ જોગાણી
4 અતુલ ત્યાગી
5 કાર્તિકેય કુમાર
6 ચંદ્રેશ શંખલા
7 આદિત્ય અમરાની
8 કેયુર પારઘી
9 મૌસમ મહેતા
10 ભાવનાબેન વઢેર
11 માનસી મીણા
12 મયુર પરમાર
13 દુષ્યંત ભેડા
14 પ્રણવ ગૈરોલા
15 વિષ્ણુ
16 કૌશીક માંગેરા


1011 જગ્યાઓ માટે ભરતી - 
UPSC એ 03 તબક્કામાં સિવિલ સર્વિસીસ 2022 ઉમેદવારોના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને અંતિમ તબક્કો 18 મે, 2023 ના રોજ પૂરો થયો હતો. યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલી સિવિલ સર્વિસીસ મેઇન્સ 2022ના પરિણામ મુજબ, સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી અને મેઈન પરીક્ષામાં લાયકાત ધરાવતા લગભગ 2,529 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ IAS, IPS સહિત 1011 પૉસ્ટની ભરતી કરી છે.


આટલા કેન્ડિડેટ્સ ક્વોલિફાઈ થયા
ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો બિન અનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.


 


 


 


 











Education Loan Information:

Calculate Education Loan EMI