ભૂજ: નલિયા એરફોર્સ સ્ટેશનમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા યુવાને મંગળવારે સાંજે 7 વાગ્યે તેમને ફાળવવામાં આવેલી એ. કે. 103 રાઈફલ વડે અગમ્ય કારણોસર માથાના ભાગે ગોળી મારી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને તેના વતન હિમાચલ પ્રદેશના છતર ગામે રવાના કર્યો હતો. આ જવાનનું નામ પરમજિતસિંહ હતુ તેઓ નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા અને મૂળ હિમાચલ પ્રદેશના છતર ગામના વ્યક્તિ હતા.
પરમજિતસિંહે લીધેલા અંતિમ પગલાં અંગે સુબેદાર (DSC) કાળુભાઈ નાનાભાઈ બરાડ તથા અન્ય સિપાઈઓ તાત્કાલિક તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ થયા પછી જવાનના મૃતદેહને એમ્બ્યુલન્સમાં તેમના વતન હિમાચલ પ્રદેશના ફતેપુરના છતર ગામે રવાના કરવામાં આવ્યો હતો.
11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુગાર
રાજ્યમાં કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે. રાજ્યના 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. નલિયામાં લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું અને માત્ર બે દિવસમાં 4.6 ડિગ્રી જેટલો પારકો ગગડયો છે. અમદાવાદમાં શહેરોમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ હતું. તો ડીસામાં 14.6 ડિગ્રી અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન રહ્યું, તો દ્વારકામાં 18.4 ડિગ્રી, પોરબંદરમાં 18.6, વડોદરામાં 18, અને ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તે જ સમયે, હવામાન વિભાગે મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આજે 7 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે. વરસાદ બાદ આ રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે.
પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન મિચોંગ હવે ઉત્તરપૂર્વ તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ આંતરિક ઓડિશામાં ઓછા દબાણના ક્ષેત્રમાં નબળું પડી ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન આ વાવાઝોડાની અસરને કારણે સંબંધિત રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો હતો. યસ્વરાવપેટા (તેલંગાણા)માં સૌથી વધુ 34 સેમી વરસાદ નોંધાયો હતો. આ પછી, પાલવંચા (તેલંગાણા)માં 25 સેમી વરસાદ, ભીમાડોલ (કોસ્ટલ આંધ્રપ્રદેશ)માં 24 સેમી વરસાદ, પોટંગી (ઓડિશા)માં 11 સેમી વરસાદ થયો છે. આગામી એક-બે દિવસમાં આ રાજ્યોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે.