Cyclone Biparjoy Updates : બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું આગામી 15 જૂનના રોજ કચ્છના માંડવી અને જખૌ પોર્ટની વચ્ચે ટકરાય તેવી સંભાવનાઓ છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડએ 11 લોકોને એરલિફ્ટ કર્યા છે.
કોસ્ટ ગાર્ડ દ્વારા 11 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. દ્વારકા નજીક દરિયા વચ્ચે ચાલી રહેલી કામગીરી દરમિયાન હાથ રેસ્ક્યૂ ઓપરેશન ધર્યું છે. કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દ્વારકા નજીક ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત ઓઇલ રિગમાંથી અરબી સમુદ્રમાં તીવ્ર પવનો અને અરબી સમુદ્રમાં ભારે ભરતીની સ્થિતિ વચ્ચે 11 લોકો ફસાયા હતા.
વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર, આ તારીખે માંડવી-કરાચી વચ્ચે ટકરાશે
ગુજરાત પર વાવાઝોડા બિપરજોયનો ખતરો વધ્યો છે. 15 જૂને વાવાઝોડું જખૌ પોર્ટ પરથી પસાર થાય તેવું ભારતીય હવામાનનું અનુમાન છે. 15 જૂને બપોર સુધીમાં પસાર થઇ શકે છે. 14 અને 15મી જૂને બિપરજોય વાવાઝોડુ માંડવી-કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોયે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ યલો એલર્ટ જાહેર કરાયું હતુ. વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
સર્પાકાર આકારમાં અત્યંત પ્રચંડ ચક્રવાતી તોફાન બિપરજોય આગળ વધી રહ્યું છે. 6 જૂનથી અત્યાર સુધીમાં 11 વખત વાવાઝોડાએ દિશા બદલી છે. ગુજરાત પર વાવાઝોડાના સૌથી વધુ જોખમ છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ,કચ્છ સહિતના વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
દરિયા કાંઠાના રાજ્ય માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી કરી છે. દરિયાકાંઠે તમામ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. નિચાણવાળા વિસ્તાર અને કાંઠા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપી છે.
વાવાઝોડાને લઈ અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.