Chotaudepur: બોડેલી PSI યુ.આર ડામોરે સ્થાનિક બાતમીદાર ઈલ્યાસ બારોટને ધમકી આપતો કથિત ઓડીયો સામે આવ્યો છે. બોડેલીમાં વિજીલન્સની અવારનવાર રેડ થતી હોવાથી બાતમીદારને ગાળો બોલી ધમકાવતો ઓડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બાતમીદારને PSI કહે છે કે, વિજીલન્સને બાતમી શું કામ આપે છે ? અમને ( સ્થાનિક પોલીસને ) બાતમી આપવી જોઈએ. તો બાતમીદાર કહે છે કે, મે કોઈ બાતમી આપી નથી.


 



PSI કહે છે કે, તમારા કામ કરાવવા માટે અમારી પાસે આવો છો અને બાતમી આપવા વિજીલન્સ પાસે જાઓ છો. સ્થાનિક પોલીસ અધીકારી ખબરીને ધમકાવતા હોવાનો વાઇરલ ઓડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.  છોટાઉદેપુરના ઇન્ચાર્જ એસપી રોહન આનંદે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તપાસ સોંપી છે. ડીવાયએસપી સમગ્ર મામલાની તપાસ કરશે. વાઇરલ ઓડીયોની એબીપી અસ્મિતા પુષ્ટી કરતું નથી. વાઇરલ ઓડીયોમાં જે પોલીસ અધિકારીનો ઉલ્લેખ છે ખરેખર તેમની જ વાતચીત છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. 


બોડેલી પોલીસ મથકના પી.એસ.આઈ. યુ.આર.ડામોરે સ્થાનિક ઈસમ ઈલયાસ બારોટને ફોન કરી "વિજિલન્સ ને કેમ બાતમી આપો છો"... "ભારે પડી જશે" તેમ કહી અપશબ્દો બોલ્યા જે ઓડિયો કલીપ ઇલ્યાસે વાયરલ કરી દેતા ખળભળાટ મચી છે. ઈલયાસ બેંકના હપ્તા ન ભરતા કારને સિઝ કરવાનું કામ કરે છે. અને પોલીસ સાથે સંપર્ક ધરાવે છે. પરંતુ વિજિલન્સને બાતમી આપ્યાની વાતને ઇન્કાર કરી રહ્યો છે. વધુમાં પી.એસ.આઈ. કામ હોય તો મારી પાસે આવો અને બાતમી ત્યાં આપો તેવી વાત પણ કરે છે. ત્યારે ઈલયાસનું કહેવું છે કે બોડેલીનું કામ હોય તો નાગરિક તરીકે સ્થાનિક પોલીસ પાસે નહિ જઈએ તો ક્યાં જાય.


ઇન્ચાર્જ એસ.પી રોહન આનંદ નું નિવેદન...


બોડેલીના પી.એસ.આઈ  યુ.આર.ડામોર અને ઇલયાસ નામના વ્યક્તિના કથિત ઓડિયો કલીપનો મામલો વધુ ગરમાયો છે. છોટા ઉદેપુરના ઇન્ચાર્જ એસ.પી રોહન આનંદનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મીડિયાના મિત્ર દ્વારા કથિત ઓડિયો કલીપની જાણકારી મળ્યા બાદ ઓડિયો કલીપ સાંભળી છે. બોડેલી પી.એસ.આઈ યુ.આર. ડામોર અને ઇલયાસની વાતચીતમાં ઇલયાસ નામના વ્યક્તિએ વિજિલન્સને આપેલી બાતમીની વાતચીત થઈ રહી છે. છેલ્લી વાતચીતમાં ધમકાવવા કરતા અભદ્ર ભાષાનો ઉપયોગ થયેલો જણાય આવે છે. વાત ચિત નો હેતુ શુ છે ? અભદ્ર ભાષાના ઉપયોગ માટે કાયદાકીય કેવી રીતે કાર્યવાહી થઈ શકે તે અમે જોઈ રહ્યા છીએ. ઇલયાસને કાયદાકીય કાર્યવાહી કરાવવી હોય તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ડિપાર્ટમેન્ટ એક જ છે અમે એજન્સી સાથે રહી કાર્યવાહી કરીએ છીએ. ડીવાય એસપીને તપાસ સોંપાઈ છે..3 દિવસની ઇન્કવાયરીમાં બોડેલીના પીએસઆઇ યુ.આર ડામોર દોષી જણાશે તો તેમની સામે કાર્યવાહી કરીશું