Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધુ છે. હવે આ એપિસોડમાં રાધનપુર વિધાનસભા સીટને લઈને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાધનપુર સીટ પરથી ફરી ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મારે રાધનપુરમાં ફરી પરણવું છે તમારે મને પરણાવાનો છે. રાધનપુર ખાતે બનાસડેરીના મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપ્યું છે. આ બેઠકમાં અલ્પેશ ઠાકોરની સાથે શંકર ચૌધરી અને લવિંગજી ઠાકોરએ પણ હાજરી આપી હતી.


અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર કહ્યું કે, એ ત્યાં જવાના છે અને હું અહીંયા. રાધનપુરમાં કોઈ અસામાજિક તત્વો માથું ન ઉચકે તેવી પણ તેમણે ટકોર કરી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના રાધનપુરથી ચૂંટણી લડવાના હુંકારથી રાજકારણ ગરમાયુ છે.


તો બીજી તરફ શંકર ચૌધરીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ગયા વખતે અમને બાકી રહી ગયું છે, જાન છેક માંડવેથી પરત આવી. આ વખતે બાકી ન રહી જાય તમે પરણાવજો. લવિંગજી તમે અલ્પેશના સખાયા બનજો. આમ કહી ક્યાંક લવિંગજીનું પત્તુ કપાયું હોય તેવી સંકેત શંકર ચૌધરીએ આપ્યા છે.


ચેતન રાવલ સહિત ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી જોડાયા આપમાં ? 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આ બે મોટા મોટા નેતાઓ જોડાયા છે. કોંગ્રેસથી છેડો ફાડનારા ચેતન રાવલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના પુત્રી પણ આપમાં જોડાયા છે.


આપમાં જોડાયા બાદ શું કહ્યું ચેતન રાવલે


આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ ચેતન રાવલે કહ્યું, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગયલક્ષી પ્રશ્નોને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. પ્રજા વચ્ચે જઈને, પ્રજાની વાતને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. અરવિંદ કેજરીવાલના ટ્રેકરેકોર્ડને જોઈએ હું આજે આપમાં જોડાયો છું. ગુજરાતની પ્રજા અરવિંદ કેજરીવાલને ખોબે ખોબે આશીર્વાદ આપશે. હું નથી માનતો કે આપ ભાજપની B ટીમ હોય, જો ભાજપની B ટીમ હોય તો આપના નેતાઓ ઉપર રેડ ન પડતી હોત. આપ પોતાની રીતે મજબૂત છે, ચૂંટાયેલા પાંખ કોંગ્રેસમાં હાવી છે.


કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શું કહ્યું હતું ચેતન રાવલે







કોણ છે ચેતન રાવલ



  •  ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ

  • અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડી ચૂક્યા છે

  • અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડી ચૂક્યા છે

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવકતા રહી ચૂક્યા છે ચેતન રાવલ

  • અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે ચેતન રાવલ

  • અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે