અમદાવાદઃ ધંધુકામાં કિસન ભરવાડની હત્યા કરાઈ એ મુદ્દે સમગ્ર રાજ્યમાં આક્રોશ છે, કિશનના પરિવારને સાંત્વના આપવા રાજકારણીઓ ધંધુકા જઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઉદાહરણીય કાર્ય કર્યું છે. અલ્પેશ ઠાકોરે ચચાણા જઈને કિશનભાઇનાં પરિવારજનોને સાંત્વના આપી હતી. વા આવ્યા હતા. ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કિશનભાઈ ભરવાડની નાની 20 દિવસની દીકરીને 1 લાખ રૂપિયા પણ પોતાના આશિર્વાદના પ્રતિકરૂપે આપ્યા હતા.


ધંધુકાની મુલાકાત પહેલાં અલ્પેશ ઠાકોરે રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર થયેલા હુમલામાં ઘાયલ યુવતીની મહેસાણાની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોરે  જણાવ્યું હતું કે, દીકરીઓ માટે નમાલી રાજનીતિ કરવામાં હું માનતો નથી અને  દીકરીઓ માટે તલવાર પણ ઉપાડવી પડે તો હું તૈયાર છું. અસામાજિક પરિબળોન સુધારવા માટે જેની જે ભાષા હોય એ ભાષામાં હું જવાબ આપવા પણ તૈયાર છું.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આ બનાવને   વખોડું છું. એક દીકરી પર હુમલો કરવામાં આવ્યો, તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે, દીકરીને ધાકધમકીઓ પણ મળતી હતી કે ઉઠાવી જઈશુ.. આ પ્રકારની ઘટનાઓ રોકવી પડશે. આવાં  અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે દીકરીઓ માટે જો તલવાર ઉપાડવી પડે તો એ ઉપાડવા પણ હું તૈયાર છું.


ધંધુકા હત્યા કેસમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ કિશન ભરવાડના પરિવારને મળ્યા હતા.  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર સહિતના પ્રતિનિધિમંડળે પણ ચચાણા મુકામે પહોંચીને પરિવારજનોને સાંત્વના આપી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ કેસની તાકીદે ન્યાયિક તપાસની સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. કિશન ભરવાડના પરિવારને સાંત્વન આપવા  ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં પણ પહોંચ્યા હતા.