Ambaji :બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ આજે માતાજીના રથને દોરીને મેળા નો પ્રારંભ કરાવ્યો. સાત દિવસ માટે યોજાનાર ભાદરવી પૂનમના મહા મેળામાં સાત દિવસ માં 30 લાખથી વધુ  શ્રદ્ધાળુઓ  દર્શન કરવાનો વહીવટી તંત્ર નો દાવો છે.આજથી અંબાજી મંદિરના દર્શનનો  સમય બદલાયો  છે.

સવારે છ થી સાડા છ કલાક સુધી આરતી થશે

સવારે 6:00 થી 11:30 કલાક સુધી દર્શન થશે

11:30 થી 12:30 સુધી દર્શન બંધ રહેશે

12:30 થી 5:00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે

પાંચથી સાત કલાક સુધી દર્શન માટે મંદિર બંધ રહેશે સાંજે 7:00 થી રાત્રિના 12 કલાક સુધી દર્શન કરી શકાશે અને રાત્રે 12 વાગ્યાથી  સવારના છ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.

ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ ને લઇ અને બપોરે 12:30 કલાક સુધી દર્શન કરી શકાશે, આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળાને લઈ અને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સજ્જ કરાઈ છે. બનાસકાંઠામાં ભાદરવી પૂનમ મહા કુંભનો આજથી પ્રારંભ થયો છે. કલેક્ટર અને મંદિરના ચેરમેને મેળાનો પ્રારંભ કરાવ્યો છે.

30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવાનો તંત્રએ  દાવો કર્યો છે.

ભાદરવી પૂનમે દર વર્ષે માતાના ભક્તો પદયાત્રા કરીને નિજ મંદિર પહોંચે છે. પગપાળા આવતા ભક્તો માટે પણ વિશેષ સુવિધા કરવામાં આવી છે.  જગત જનની મા અંબાના દર્શનાર્થે જતા પગપાળા સંઘ માટે અનોખી સુવિધાઓ કરાઇ છે. અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર છેલ્લા 26 વર્ષથી પ્રજાપતિ પરિવાર  કેમ્પ કરે છે,  24 કલાક રસોડાથી લઈ આરામ કરવા માટે વિશાળ ડોમ ઉભા કરાયા છે. ભોજનમાં બટાકાનું શાક,પુરી અને ભજીયા અને નાસ્તામાં બટાકા પૌઆ પીરસાય છે. અહીં  ઇલેક્ટ્રિક મસાજર દ્વારા શ્રધ્ધાળુઓને મસાજ પણ કરી આપવામાં આવે છે.એક દિવસમાં અલગ અલગ સંઘના અંદાજે 1200 લોકો કેમ્પમાં આવી રહ્યા છે.ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે મુશ્કેલી ન પડે તે માટે ડોમ પણ બનાવવામાં આવ્યો છે,ધોળકાથી અંબાજી જતા ભક્તોએ પણ કેમ્પની કામગીરીની સરાહના કરી છે.