Gujarat Rain Forecast: રાજ્ય પર 2 સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી 10 સપ્ટમ્બર સુધી વરસાદનું અનુમાન છે. વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે એટલે કે કોઇ વિસ્તારમાં ભારે તો કોઇ વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ વિસ્તારમાં એકાદ બે જગ્યાએ ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસશે. ઉલ્લેખનિય છે કે એકાદ બે વિસ્તાર ભારે વરસાદ માટે છોડી દઇએ તો મધ્યમ વરસાદ ગુજરાત રિજનનાં સમગ્ર વિસ્તારમાં રહેશે.
ક્યાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર,અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા,ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત. ડાંગ, તાપી, વલસાડ, નવસારી, આ વિસ્તરોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વધુ છે. અમદાવાદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાંથી એકાદ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, આજથી સૌરાષ્ટ્રમાં આજથી વરસાદનું જોર વધશે.
આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે 3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ગુજરાત રિજનમાં 3થી 5 સમપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 5 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. ટૂંકમાં 4થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સમયગાળામાં ગુજરાતમાં વરસાદ સમગ્ર વિસ્તારને આવરી લેશે એટલે સાર્વત્રિક વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે,બંગાળના ઉપસાગરમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના પગલે 3થી 9 સપ્ટે.સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરમાં ભારે વરસાદ થશે. મોરબી, ચોટીલા, સુરેંદ્રનગર, ધ્રાંગધ્રામાં વરસાદ વરસશે.પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.