બનાસકાંઠા: કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમા અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, અંબાજી મંદિર ખાતે રોજ હજારોની સંખ્યામાં ભક્તો મા ના આશિર્વાદ લેવા માટે આવે છે. 


દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો


આવતીકાલથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર તારીખ 10/5/2024 થી લઈને 6/7/2024 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.


દર્શન અને આરતીના સમયમાં ૠતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી ફેરફાર કરાતો હોય છે


શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનો આસ્થાનું કેન્દ્ર છે ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના ચરણે શીશ નમાવવા અને માતાજીના આશિર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે. મા જગતજનની અંબાના દર્શન અને આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં માઇ ભક્તો મા ના મંદિરે પહોંચે છે. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ૠતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી ફેરફાર કરાતો હોય છે ત્યારે આવતીકાલેથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
 
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર 10/05/24 વૈશાખ સુદ ત્રીજથી 06/07/24 આષાઢ સુદ એકમ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તોને નોંધ લેવા જણાવાયું છે.  


આરતી સવારે- 7:00 થી 7:30
દર્શન સવારે- 7:30 થી  10:45 
રાજભોગ આરતી- 12:30 થી 01:00
દર્શન બપોરે- 01:00 થી 4:30
આરતી સાંજે- 7:00 થી 7:30
દર્શન સાંજે- 7:30 થી 9:00


નોંધ :- તારીખ 10/5/2024 થી લઈને 6/7/2024 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.


અંબાજી શક્તિપીઠ 51 શક્તિ પીઠો પૈકીનું એક છે
અંબાજી મંદિર ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ,બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુ રોડ નજીક આવેલું છે. તે 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી., ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક કાદીયડ્રાથી 50 કિ.મી.ના અંતરે આવેલું છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial