અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે વરસાદને લઈને નહીં પરતું રાજકારણને લઈ સૌથી મોટી આગાહી કરી છે. પ્રથમ વખત અંબાલાલ પટેલે રાજકારણ પર આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે. આ સાથે જ તેમણે કહ્યું, ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ આવશે. રાજકીય પક્ષોમાં હુંસાતુંસી અને મતભેદ વધુ થશે. રાજ્યમાં તખ્તા પલટ થવાની કોઈ શક્યતા નથી. મોટો પક્ષ ભાજપ છે એટલે તેમાં આવાગમન રહેશે.
રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થશે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં તખ્તા પલટની કોઈ શક્યતા નથી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાના કારણે તેમાં આવાગમન રહેશે. ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે, અંબાલાલ પટેલ હવામાનની આગાહીના નિષ્ણાંત છે. અંબાલાલ પટેલ રાજકીય આગાહી કરે છે તેને વધુ મહત્વ આપી ન શકાય. રાજકીય ઉથલપાથલ થવી લગભગ અશક્ય છે.
આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર રાજ્યમાં અંબાલાલ પટેલ જાણીતા છે
અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતું છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે રાજ્યમાં વરસાદ કેવી પડશે આ પ્રકારની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમની આગાહી પર સતત નજર રાખતા રહે છે. અંબાલાલ પટેલ એગ્રિકલ્ચર ગ્રેજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે. અંબાલાલ પટેલનો જન્મ પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાતલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો.
અંબાલાલ પટેલે 1980માં પ્રથમ આગાહી કરી હતી
અંબાલાલ પટેલનું કહેવું છે કે, રાજ્યમાં કેવો વરસાદ પડશે, ક્યાં પડશે તેની જાણકારી માટે મને ખેડૂતોના સતત ફોન કરતા રહે છે. સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોના ફોન વધારે આવે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ફોન આવે છે. અંબાલાલ પટેલે 1980માં પ્રથમ આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ગરમી, ઠંડી કે પછી ચોમાસું તમામ સીઝનમાં તેઓ આગાહી કરતા હોય છે.