અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે. તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા ફેરફાર, ચોમાસાની વિદાય અને વાવાઝોડા અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસું વિદાય લેશે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.  

Continues below advertisement

બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે,  ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે જે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસાના વિદાયના પડઘમ વાગી રહ્યા છે. ચોમાસાની વિદાય ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના  અન્ય ભાગમાંથી વિદાય થવાની શક્યતા છે.  એન્ટી સર્ક્યુલેશન બનાવાની શક્યતા રહેશે.  

Continues below advertisement

ઓક્ટોબરની શરૂઆતમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય

તેમણે આગાહી કરતા વધુમાં જણાવ્યું કે,  15 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિદાય લેતુ જોવા મળશે.  30 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆતમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઇ ગઈ હશે. કારકત માસમાં ઝાપટા પડવાની શક્યતા છે.  માવઠા થવાની શક્યતા છે. 

કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે

ઓક્ટોબર માસમાં હવામાં હળવા દબાણ ઊભું થતા રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ હોવા છતા કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 18 નવેબેરથી બંગાળના ઉપ સાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે.  જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.  

અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈ પણ આગાહી કરી

આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈ પણ આગાહી કરી છે.  તેમણે કહ્યું ડિસેમ્બરની શરુઆતમાં સામાન્ય ઠંડી જોવા મળશે. 22 ડિસેમ્બર પછી ઠંડી ભૂક્કા બોલાવશે.  પહાડોમાં ભારે હિમવર્ષાની આગાહી તેમણે કરી છે.  ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનો ચમકારો રહેશે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે. 25 ડિસેમ્બરથી ડિસેમ્બરમાં અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 8થી 10 ડિગ્રી થવાની શક્યતા રહેશે. ઉત્તરાયણ બાદ ઠંડીનો ભારે ચમકારો આવશે.

12,13 અને 14 જાન્યુઆરી બાદ ઠંડીનો ચમકારો ફરી જોવા મળશે.  લઘુત્તમ તાપમાનમાં 15થી 16 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ડિસેમ્બર  મહિનાના અંતમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળશે.