વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. દેણા ચોકડી પાસે પાંચથી સાત કિમી સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, દેણા ચોકડી પાસે હાઈવે પર મસમોટા ખાડા હતા. છેલ્લા 1 મહિનાથી રોજે રોજ ટ્રાફિક સમસ્યા ઉભી થઇ રહી છે. પાંચથી સાત કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ સર્જાયો હતો. દેણા ચોકડી પાસે હાઇવે પર મોટા ખાડાઓથી ટ્રાફિક જામ સર્જાયો હતો. તે સિવાય હાલોલ ભાજપ ઉપ પ્રમુખની ગાડીને પણ અકસ્માત નડ્યો હતો. વાપીથી વડોદરાનો સાત કલાકનો રસ્તો છે પરંતુ હાઈવે પર ખાડા હોવાના કારણે હાલમાં વાહનો 24 કલાકમાં પહોંચી રહ્યા છે.
વાહન ચાલકોની ફરિયાદ છે કે રોડ રસ્તાના ઠેકાણા નથી પરંતુ ભારે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. વાહચાલકોએ કહ્યું હતું કે વાપીથી ગુજરાતમાં આવીએ ત્યાંથી જ હાઇવે બિસ્માર છે.
અકસ્માતમાં એક 18 વર્ષીય યુવતીનું મોત
બીજી તરફ સુરતના વેસુ વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક 18 વર્ષીય યુવતીનું મોત થયું હતું. મોપેડ સ્લીપ થતા વેપારીની એકની એક દીકરીનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. યુવતીએ મોપેડ ચલાવતા સમયે હેલ્મેટ પહેર્યું નહોતું. જેના કારણે માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વલસાડના તિથલ રોડ પર જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડ બહાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિકો મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તિથલ રોડ વિસ્તારમાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માત થાય છે. વંથલી તાલુકાના મેંદરડા રોડ પર ખોરાસા અને અણિયાળા વચ્ચે બનેલી કરુણ દુર્ઘટનામાં લુશાળા ગામના યુવાનનું મોત નીપજ્યું છે. ચાર મિત્રો સતાધાર જતાં હતા ત્યારે બોલેરો ગાડી પૂરઝડપે આવીને ચાલતા યુવાન સુભાષને અડફેટે લીધો હોવાની ફરીયાદ નોંધાવી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવકને તરત મેંદરડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.