Ambalal Patel : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનાની શરુઆતમાં માવઠાની સંભાવના રહેલી છે. રાજ્યમાં હાલમાં ભલે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હોય, પરંતુ ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં જોરદાર પવન ફૂંકાતા ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યના 15 શહેરોના તાપમાનમાં સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભારે પવનોનું તોફાન આવી શકે છે, જેમાં વિન્ડ ગસ્ટ અને ઝડપી પવનો સાથે વરસાદની પણ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને 29અને 30 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય પવનની ગતિ 10થી 15 કિમી પ્રતિ કલાક, વિન્ડ ગસ્ટની ગતિ 35 કિમી પ્રતિ કલાક અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.
અનેક શહેરોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે
માર્ચ મહિનો પુરો થવાના આરે છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થવાની તૈયારી છે. હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જઇ શકે છે. અનેક શહેરોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો સતત વધી શકે છે. રાજ્યમાં મહતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો હવામાન વિભાગે આગાહી કરી છે. મહતમ તાપમાનમાં વધારો થતા ગરમી જોર પકડશે.
એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે તકેદારી રાખવી ખૂબ જ જરુરી છે. બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઈએ.