Ambalal Patel Weather Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી 48 કલાકમાં જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે. દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં એક સિસ્ટમ સક્રીય થઈ રહી છે જેના કારણે ભારે વરસાદ પડશે.


ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.


ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.


દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


3 જુલાઈથી મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું રહેશે, પરંતુ કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહી શકે છે.


4થી 12 જુલાઈ દરમિયાન દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં રેકોર્ડ બ્રેક વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.


દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.


ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતુ હોય છે જે જિલ્લામાં અઢીથી સવા ચાર ઈંચ વરસાદ વરસવાની શક્યતા હોય છે.


24 કલાકમાં રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ


24 કલાકમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ


24 કલાકમાં માણાવદરમાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો


24 કલાકમાં સુરતના મહુવામા સાત ઈંચ વરસાદ


24 કલાકમાં વંથલી અને દ્વારકામાં છ છ ઈંચ વરસાદ


24 કલાકમાં બારડોલી, કુતિયાણામાં છ છ ઈંચ વરસાદ


24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં પોણા છ ઈંચ વરસાદ


24 કલાકમાં સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ


24 કલાકમાં મુંદ્રા, વાપી, મેંદરડામાં પાંચ પાંચ ઈંચ વરસાદ


24 કલાકમાં કપરાડા, બાબરા, ભેસાણમાં સાડા ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં ભેસાણ, વલસાડ, ભરૂચમાં સાડા ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં ભરૂચ, જૂનાગઢ શહેરમાં ચાર ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં ખેરગામ, વિસાવદરમાં ચાર ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં જેતપુર, નવસારીમાં ચાર ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં ગણદેવી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં જલાલપોર, હાંસોટ, કુંકાવાવમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં વાલોડ, રાણાવાવ, મોરબીમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં ચીખલી, માંડવી, ઉમરપાડામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં ધોરાજી, અમદાવાદ શહેર, જામકંડોરણામાં 3 3 ઈંચ વરસાદ