Gujarat Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતુ હોય છે જે જિલ્લામાં અઢીથી સવા ચાર ઈંચ વરસાદ વરસવાની શક્યતા હોય છે.



24 કલાકમાં રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ


24 કલાકમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ


24 કલાકમાં માણાવદરમાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો


24 કલાકમાં સુરતના મહુવામા સાત ઈંચ વરસાદ


24 કલાકમાં વંથલી અને દ્વારકામાં છ છ ઈંચ વરસાદ


24 કલાકમાં બારડોલી, કુતિયાણામાં છ છ ઈંચ વરસાદ


24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં પોણા છ ઈંચ વરસાદ


24 કલાકમાં સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ


24 કલાકમાં મુંદ્રા, વાપી, મેંદરડામાં પાંચ પાંચ ઈંચ વરસાદ


24 કલાકમાં કપરાડા, બાબરા, ભેસાણમાં સાડા ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં ભેસાણ, વલસાડ, ભરૂચમાં સાડા ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં ભરૂચ, જૂનાગઢ શહેરમાં ચાર ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં ખેરગામ, વિસાવદરમાં ચાર ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં જેતપુર, નવસારીમાં ચાર ચાર ઈંચ વરસાદ


24 કલાકમાં ગણદેવી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં જલાલપોર, હાંસોટ, કુંકાવાવમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં વાલોડ, રાણાવાવ, મોરબીમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં ચીખલી, માંડવી, ઉમરપાડામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં ધોરાજી, અમદાવાદ શહેર, જામકંડોરણામાં 3 3 ઈંચ વરસાદ


ભારતીય હવામાન વિભાગ (IMD)ના વિજ્ઞાની પ્રદીપ શર્માએ આગામી પાંચ દિવસ માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના અનુસાર, ગુજરાતના તમામ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદની સંભાવના છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ જેવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




હવામાન વિભાગે 27 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આગાહી પ્રમાણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.