જમ્મુ કાશ્મીર: કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ભારતના તાજેતરના ઇતિહાસના સૌથી ખતરનાક હુમલાઓમાંનો એક હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. કાશ્મીરમાં આતંકી ગતિવિધીની 11 એપ્રિલે અંબાલાલ પટેલે આગાહી કરી હતી. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 5 ગ્રહો એકત્રિત થવાના કારણે 19 મે પહેલા આસુરી તત્વોનો ઉદય થવાની શક્યતાઓ રહેશે. જેનાથી આતંકવાદી પ્રવૃત્તિ વધશે. ભારતીય સીમાઓ સાચવવી પડે તેવી નોબત આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંભાળવું પડશે. ખરેખર આ આગાહી સાચી પડતી લાગી રહી છે.
આતંકી ગતિવિધીને લઈ અંબાલાલ પટેલે નવી આગાહી
અગાઉની આગાહી સાચી પડ્યા બાદ આતંકી ગતિવિધીને લઈ અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. આતંકી ગતિવિધી હજુ પણ સરહદ પર વધવાની અંબાલાલ પટેલે વધુ એકવાર આગાહી કરી છે. આસુરી શક્તિ અને ગ્રહ દશાના કારણે આતંકી ગતિવિધી વધવાની તેમણે આગાહી કરી છે.
પાકિસ્તાનની સરહદો પર વણસતી સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું સરકારે સરહદો સાચવવાની રહેશે. આગામી 19 મે સુધી ગ્રહ દશાના કારણે હજૂ પણ સ્થિતિ સાચવવાની રહેશે. પાકિસ્તાનના બલુચીસ્તાનથી ઉત્તર ભારતની સરહદો સાચવવાની રહેશે. ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદો સાચવવાની રહેશે. દરિયાઈ સરહદ પર અસરો બની શકે છે. ગ્રહદશાના કારણે સરહદો પર ઘટનાઓ બની શકે છે.
દેશની તમામ એજન્સીઓને સાવચેત રહેવું પડશે
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આતંકી પ્રવૃત્તિના કારણે હજૂ પણ અસરો થઈ શકે છે. ઓગષ્ટ મહિનામાં પણ અનિષ્ટ ઘટના બની શકે છે . અનિષ્ટ ગ્રહોના કારણે બોંબ્મ વિસ્ફોટ જેવી ઘટના બની શકે છે. માત્ર જમીની સરહદ જ નહીં પાણીની સરહદ પણ સાચવવી પડશે. યુદ્ધ માટે ઉશ્કેરાટ થાય તેવા સંજોગો બની રહ્યાં છે. એક હુમલો થયો હવે નહીં થાય તેવું માનવું સારું નહીં રહે. દેશની તમામ એજન્સીઓને સાવચેત રહેવું પડશે.
ગ્રહોની સ્થિતિ જોઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે મીનનો શનિ છે એટલે 15 જૂન પેહલા ભારે પવનના તોફાનો, ભારે આંધી વંટોળ, દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેશે. લગભગ 10 મે બાદ કાચા મકાનના છાપરાઓ ઉડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં કાચા મકાનના પતરા ઉડશે. 25 એપ્રિલ બાદ હવાનું દબાણ ઘટશે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ મુખ્ય પર્યટન સ્થળ પહેલગામ પર હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે. તેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.