અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત માવઠુ પડી શકે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અંબાલાલના જણાવ્યા અનુસારસ, ગુજરાતમાં લધુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે. 12થી 15 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અરબ સમુદ્રમાં 13, 14 ડિસેમ્બરે હલચલ રહેશે. આ કારણે રાજ્યમાં 13 અને 14 ડિસેમ્બરે માવઠુ પડવાની શકયતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં માવઠું પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહશે. રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના છે. રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહશે. ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે. નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં તાપમાન 17 ડિગ્રી આસપાસ રહશે. 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી જેટલું વધશે. અમદાવાદમાં આજે તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે.
પહાડોમાં હિમવર્ષા થવાથી ઠંડીમાં વધુ વધારો થશે
11 થી 13 ડિસેમ્બર દરમિયાન નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે જમ્મુ સિવાય લેહ લદ્દાખમાં પણ હિમવર્ષા થવાની છે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે. હવામાનશાસ્ત્રીઓના મતે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં કારણ કે બપોરના સમયે આકાશમાં તડકો રહેશે જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં.
દિવસના તાપમાનમાં ઘટાડો વરસાદ અથવા ધુમ્મસને કારણે વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. ડિસેમ્બરના ત્રીજા કે ચોથા સપ્તાહ દરમિયાન ઠંડી આકરી હોય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, દક્ષિણ બિહાર અને ગંગાના પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, પૂર્વ તેલંગાણા, આંધ્ર પ્રદેશના ઉત્તર કિનારા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં આગામી 5 દિવસના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે. આ સાથે ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું પણ વિભાગ દ્વારા કહેવાયું છે.