Ambalal Patel prediction: વરસાદની આગાહીને લઈ સમગ્ર ગુજરાતમાં જાણીતા અંબાલાલ પટેલે હવે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ ચોંકાવનારી આગાહી કરી દિધી છે.  તેમણે ભવિષ્યવાણી કરી છે કે ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં મોટા ફેરફારો થઈ શકે છે, જેમાં કેટલાક નેતાઓને તેમના પદ પરથી હટાવવામાં આવશે અથવા પડતા મૂકવામાં આવશે.

Continues below advertisement

અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે,  વિસ્તરણ સમયે ભાજપમાં ડખો સામે આવી શકે છે.  કેટલાક પ્રધાનોને મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવશે. નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. સરકારના પાયામાંથી મોટાપાયે ફેરફાર થઈ શકે છે. 

રાજ્યમાં મંત્રી મંડળમાં વિસ્તરણ પર આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, દિવાળી પહેલા મોટાપાયે ફેરફાર થશે. મંત્રી મંડળમાં વિસ્તરણ કરાશે.  રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી ભાજપ વધુ મજબૂત બનશે તેમ અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

Continues below advertisement

અંબાલાલ પટેલના મતે, આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો થવાની સંભાવના છે. ઘણા રાજકીય નેતાઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે અથવા તેમને પડતા મૂકવામાં આવશે.

રાજ્યમાં નવરાત્રિમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  ગરબામાં વરસાદ વિલન બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.  આજે પ્રથમ નોરતે જ વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટાની શક્યતા છે. 

અંબાલાલ પટેલની આગાહી મુજબ પવનની ગતિ સામાન્યથી લઈ વધુ રહેશે. કાલે દક્ષિણ ગુજરાતમાં 2 ઈંચથી વધારે વરસાદ વરસી શકે છે.   27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં  5 ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.