Gujarat Rain Forecast:નવરાત્રીના પ્રથમ નોરતે જ છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  ભરૂચ, નર્મદા, વલસાડ, તાપી, નવસારીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયો છે.

Continues below advertisement

આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગે આજે પહેલા નોરતાએ દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહીના પગલે ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.હવામાન વિભાગે આગામી 24 કલાક થંડરસ્ટ્રોમની આગાહી કરી છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.​અણધાર્યા વરસાદને કારણે ગરબાનું આયોજન કરનારાઓમાં નિરાશા વ્યાપી છે. શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પણ પરેશાન જોવા મળી રહ્યાં છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવરાત્રિના ગરબામાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટે.થી 5 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યું છે.  અંબાલાલના આંકલન મુજબ નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લમાં વરસાદ વરસી શકે છે.  નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદની શક્યતા છે.  બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે. ખાસ કરીને  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  રાજકોટ-હળવદ-સુરેંદ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.   આ સિવાય કચ્છના મોટાભાગમાં પણ  વરસાદનું અનુમાન છે.  વડોદરા, નડિયાદ, કપડવંજમાં પણ વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.10થી 12 ઓક્ટોબરે પણ  વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે,  જેના કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 100થી 120 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બનવાનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.

Continues below advertisement