અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, 22 જુલાઈ આસપાસ એક મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. ખાસ કરીને 24થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત, 30 જુલાઈ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Continues below advertisement

22 જુલાઈ આસપાસ સક્રિય થશે નવી સિસ્ટમ

Continues below advertisement

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22 જુલાઈ આસપાસ બનતી હવામાન સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમના પ્રભાવથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે, જેનાથી લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળવાની આશા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24, 25 અને 26 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અંદાજે ત્રણ ઇંચ અથવા તેનાથી વધુ વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ

મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં છ ઇંચથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આાગાહી

અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે. અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે પાણી ભરાવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.  કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી સહિત ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 

આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચથી વધુ વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલે વધુ ભારપૂર્વક આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ આઠ ઇંચ અથવા તેનાથી વધુ વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેમના અનુમાન પ્રમાણે, 30 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.