Gujarati Rain Alert: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.



  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે.

  • વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે.

  • અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે.

  • આ વિસ્તારોમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.

  • 28 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

  • તાપી અને સાબરમતી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થવાની શક્યતા છે.

  • ઉત્તર ગુજરાતના પાણીના બંધોમાં પણ પાણીની આવક વધશે.

  • 28 જૂનથી 5 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

  • જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે.


હવામાન વિભાગની શું છે આગાહી


આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના દરિયાકાંઠાના દક્ષિણ ભાગોમાં સમયસર પહોંચી ગયું હતું પરંતુ ચોમાસું નવસારીથી આગળ ઘણા દિવસો સુધી આગળ વધ્યું ન હતું. જો કે ચોમાસું વધુ આગળ વધી રહ્યું છે અને ઉત્તર સરહદ વેરાવળ, ભરૂચ, રાજપીપળા, છોટા ઉદેપુર અને ત્યાંથી મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે. પરંતુ રાજ્યના મોટા ભાગના વિસ્તારો હજુ પણ ચોમાસાથી દૂર છે. સામાન્ય રીતે ચોમાસું 20મી જૂને અમદાવાદ, 25મી જૂને રાજકોટ અને 30મી જૂને કચ્છ પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસું મોડું થઈ રહ્યું છે.


તમને જણાવી દઈએ કે આ વખતે ચોમાસું 11 જૂને ગુજરાતમાં પ્રવેશ્યું હતું. પરંતુ ત્યારપછી તેની ગતિ ધીમી પડી ગઈ છે. હવે ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા પ્રિ-મોન્સુન વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે કહ્યું છે કે દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આગામી બે દિવસ માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.


આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પાટણ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, મહુવા, અમરેલી, જૂનાગઢ, સોમનાથ અને વેરાવળમાં ભારે વરસાદનો ભય છે. આ સમયગાળા દરમિયાન, કચ્છના અખાતના દરિયાકાંઠાના સ્ટેશનો પર હળવાથી મધ્યમ વરસાદ પડશે.