Gujarat Rain Forecast: ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ રાજ્યમાં વરસાદનું જોર ઓછું થયું છે. જો કે ફરી ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે તેવો અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. અંબાલાલના આંકલન મુજબ 24 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. 24થી 30 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના મત મુજબ મધ્ય-ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જૂલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં 25 જુને જો વધુ સિસ્ટમન એક્ટિવ થશે તો ફરી 25 બાદ પણ ગુજરાતમાં વરસાદ અવિરત રહેશે. હાલ ઓફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્ય છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે 30 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 22થી 25 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે . પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે. તાપી, નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
શુક્રવારે પણ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ચાલુ રહ્યો. જોકે પાછલા દિવસોની સરખામણીમાં વરસાદ ઓછો રહ્યો છે, પરંતુ સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 23 જિલ્લાના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આમાંથી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પારડી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. શુક્રવારે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી રાજ્યમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ આણંદ જિલ્લાના તારાપુર અને પેટલાદ તાલુકામાં નોંધાયો હતો. સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં લગભગ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
24 કલાકમાં આ સ્થળોએ વરસાદ પડ્યો
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, શુક્રવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં, વલસાડ જિલ્લાના વાપી (7 ઇંચ) અને પારડી (5) માં ચાર ઇંચ વરસાદ વરસ્યો. ઉપરાંત નવસારી જિલ્લાના ઉમરગામ અને ખેરગામ તાલુકાઓ. ભરૂચ જિલ્લાના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ અને ડાંગના વઘઈ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ પડ્યો. સાત તાલુકાઓમાં બે-બે ઇંચ અને ૧૨ તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો.
સાત દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.