ગાંધીનગર: રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈ  આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી  3 દિવસ સુધી રાજ્યમાં વરસાદ વરસી શકે છે.  રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.  આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. 

Continues below advertisement

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Continues below advertisement

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી છે.  આજથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ વરસશે.  29 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યમાં સારા વરસાદનું અંબાલાલનું અનુમાન છે.  

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિની આગાહી

તેમની આગાહી અનુસાર, 28-29 જૂનના બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે.  મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિની આગાહી તેમણે કરી છે.  તેમણે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં 3થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, જે ખેતી માટે લાભદાયક સાબિત થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બની શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.  મુંબઈ તરફથી ચોમાસું આગળ વધશે અને મહારાષ્ટ્ર તેમજ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની ગતિ પર અસર જોવા મળી રહી છે. 

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન કેન્દ્રના અહેવાલ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે, જ્યાં તીવ્ર પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે પ્રી-મોન્સૂન અને મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોના રહીશોને સાવચેત રહેવા સૂચના આપી દીધી છે.