ગાંધીનગર: ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ માં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે તો તેનું નામ ફેંગલ રાખવામાં આવશે. આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.
જેમાં તામિલનાડુથી પોંડીચેરીનો ભાગ ચેન્નઈના ભાગમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 65 થી 70 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે. કેટલાક વિસ્તારમાં 80 થી 90 કિલો મીટર પ્રતિ કલાકે પવન ફુંકાશે. તેની અસર આંધ્ર ઓરિસ્સા તેના વાદળોની અસર પૂર્વ રાજસ્થાનના ભાગ તરફ આવી શકે છે.
લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા
ત્રણથી પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. અન્ય ડિપ્રેશન થાય મુંબઈ સુધી અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે.
લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના
બીજું લો પ્રેશર 5 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં થવાની સંભાવના છે. વાદળોના અસરના કારણે રાજ્યમાં 29 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆતમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા અને લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના છે. સવારમાં લઘુતમ તાપમાન વધતા અમુક વિસ્તારોમાં ઠંડીની આંશિક અસર જોવા મળશે.
પંચમહાલ સાબરકાંઠામાં ઠંડી યથાવત રહેશે
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીમાં રાહત થશે. ઉત્તર ગુજરાતમાં પંચમહાલ સાબરકાંઠા અમુક અંશે ઠંડી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. હાલમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત નથી.
ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની અસર જોવા મળી રહી છે. હાલમાં યુરોપ અને અમેરિકામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની શક્યતા છે. દક્ષિણ ચીનમાં પણ સખત ઠંડી પડશે. 22 ડિસેમ્બરથી દેશ સહિત ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે.
27 ડિસેમ્બર બાદ ઠંડી માં વધારો થતો જશે અને જાન્યુઆરીના શરૂઆત સુધીમાં લઘુત્તમ તાપમાન અમુક ભાગોમાં આઠ ડિગ્રી અમુક ભાગોમાં 10 ડિગ્રી થવાની શક્યતા છે. એશિયામાં આવતા પવનોના કારણે ભારતમાં પણ ઠંડીનો અનુભવ થશે.
Cyclone: વધુ એક વાવાઝોડાનો ખતરો, તામિલનાડુ સહિતા આ પાંચ રાજ્યોમાં ટકરાશે ફેંગલ, દરિયામાં હલચલ શરૂ...