અમદાવાદ: દિવાળીને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, ત્યારે દિવાળી અને નવા વર્ષના પર્વના પાંચ દિવસ દરમ્યાન ઈમરજન્સી કેસોમાં પણ વધારો જોવા મળતો હોય છે. જેને લઇ ૧૦૮ ઈમરજન્સી સર્વિસ દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ તાલિમ બઘ્ઘ ઇ.એમ.ટી,પાયલોટ અને અન્ય સુપરવાઇઝર ટીમ સાથે લોકો ઉપલબ્ઘ રાખવા આયોજન કરવામાં આવ્યું છે. જેથી દિવાળી પર્વ દરમ્યાન વધારાના ઇમરજન્સી કેસોને પહોંચી શકાય. હાલ ૧૦૮ ઈમરજન્સી સર્વિસના એક અંદાજ મુજબ 3.5 લાખ અનમોલ જિંદગીઓ બચાવવા એક આગોતરુ આયોજાન કરાયું છે. તેમ છતા સામાન્ય દિવસો કરતા દિવાળી પર્વના પાંચેક દિવસો માં ૩૦ ટકા વધારો જોવા મળે છે.


દિવાળી પર્વનાં સમયે કોઇ પણ પ્રકારની ઇમરજન્સી પહોચી વળવા માટે 108 ઇમરજન્સી મેનજમેન્ટ દ્ધારા આગોતરુ આયોજન કરાયું છે. 108 ઇમરજન્સી સેવાના 7 વર્ષનાં ડેટા આધારે આ વર્ષે કેટલી ઇમરજન્સી રહેશે તેનું ચોક્કસ એનાલિટીક ટુલ મદદથી અંદાજ લગાવવામાં આવ્યો છે.  જે ખાસ ત્રણ દિવસ દિવાળી,બેસતુ વર્ષ, ભાઇબીજના દિવસે15થી36 ટકા ઇમરજન્સી કેસમાં વઘારો થાય તેવો અંદાજ છે. આ ઈમરજન્સીને પહોચી વળવા માટે 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં વધારાની સંખ્‍યામાં ઈમરજન્‍સી ઓફીસર અને ડોક્‍ટરોની ટીમ ને તૈનાત રાખવામાં આવશે.

આ દિવાળીના વેકેશનમાં શહેરીજનોમાં  રોડ એક્સીડેન્ટ , મારામારીના કેસો અને બર્નિંગ કેસોમાં વધારો જોવા મળતો હોય છે, તો કેટલીક નાની બેદરકારી થી ઘણા મોટાં અકસ્માતો પણ સર્જતા હોવાનું સામે આવે છે. જેમકે વધારે પડતા લોકો ફટાકડા ફોડતા દાઝી જાય છે, તહેવાર સમયે એક જગ્યાથી બીજી જગ્યા પર જતા અકસ્માત થતા હોય છે. આવા સમયે ઈમરજન્સી સેવા 108ની મદદ થી ત્વરિત સારવાર મળી રહે કે અન્ય કોઈ મુશ્કેલીઓ નાં પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના નોંધાયેલા ઇમરજન્સી કેસોમાં નોંધાયેલા વધારાની વાત કરવામાં આવે તો

વર્ષ       ઇમરજન્સી કેસો      ટકાવારીમાં થયેલો વધારો

2013     દિવાળી- 2746

નવું વર્ષ- 3455

ભાઇબીજ-2885    8 ટકા

2014     દિવાળી- 2737

નવું વર્ષ- 3497

ભાઇબીજ-3006    37 ટકા

2015     દિવાળી- 3074

નવું વર્ષ- 3814

ભાઇબીજ-3501    20 ટકા

ખાસ કરીને તહેવારોમાં ઈમરજન્સી કેસોમાં મહાનગરોમાં વધારો જોવા મળતો હોય છે. જેમાં અમદાવાદ , બરોડા , સુરત અને રાજકોટમાં વધારો જોવા મળી શકે તેમ લાગી રહ્યું છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનાં એક અંદાજ અનુસાર વર્ષ ૨૦૧૫ દિવાળીના દિવસે ૩૧૬૦ થી ૩૩૫૦ જેટલા કેસો જોવા મળ્યા હતા. જે આ વર્ષે ૮ ટકા જેટલા વધી શકે છે. જયારે આ કેસોમાં વધારો નવા વર્ષ દરમ્યાન ૩૭ ટકા જેટલો નોંધાઈ શકે છે.