અમદાવાદ : ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે.




અમિત ચાવડાએ કહ્યું, જનતાના જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ મહેનત કરી છે. શહેરી વિસ્તાર કેમ હાર થઈ ચિંતન કરીશું અને જ્યાં કમીઓ રહી છે ત્યાં સુધારો કરીશું. આત્મવિશ્વાસ લોકોનો અમારા માટે જાગે એ માટે લડાઈ લડીશું. હાર્યા પરંતુ શીખ લઈશુ એમાંથી. કોંગ્રેસનો કાર્યકર લોકો માટે લડવા માટે તૈયાર છે. પરાજયમાંથી શીખ લઈશું. લોકોના પ્રશ્નો ઉઠાવતા રહીશું. ભાજપની સામ, દામ, દંડ ભેદની નીતિ સામે લડીશું. અમિત ચાવડાએ મતદારોનો આભાર માન્યો હતો.

ઉલ્લેખીય છે તે 6 મનપામાં કૉંગ્રેસની ખરાબ હાર થઈ છે. સુરતમાં કૉંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું જ્યારે રાજકોટમાં માત્ર 4ન બેઠકો પર જીત મળી છે. અમદાવાદમાં કૉંગ્રેસને 25 બેઠકો પર જીત મળી છે.