ગીર સોમનાથ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવની પૂજા કરી હતી. મહારાષ્ટ્રનાં નવાપુરામાં ચૂંટણીસભા બાદ અમિત શાહ સોમનાથ પહોંચ્યા હતા. અમિત શાહે પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મંદિરમાં દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો.


સોમનાથ મંદીરે અમિત શાહે દર્શન કરીને અભિષેક કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતે છે. 21 ઓક્ટોબરે ગુજરાતની 6 બેઠકો પર પેટાચૂંટણી અને બે રાજ્યોમાં મતદાન થવા જઇ રહ્યું છે. આ મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે.

અમિત શાહ આજે રાત્રે સોમનાથના સાગર દર્શન ગેસ્ટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે અને ફરી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી આરતી મા ભાગ લેશે.