Amreli News: અમરેલી જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર શરૂ જ છે. લાઠી અમરેલી હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. લાઠીના કેરાળા ગામના પાટીયા નજીક છકડો રિક્ષાનો આગળના ભાગનો ચીપિયો ભાંગી જતા રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે લાઠી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પરપ્રાંતિય હોવાનો પ્રાથમિક માહિતી મળી છે.
રવિવારે અમરેલી જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. વાવડી ગામ અને મોટી ગરમલી ગામના પાટિયા નજીક એસટી બસે ભાર રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં બે લોકોનાં મોત થયા હતા, એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ અંગે ધારગણી ગામના અકરમભાઈ સિકંદરભાઈ શેખ (ઉ.વ.31)એ ગાંધીનગર-કોડીનાર એસ.ટી.બસ નંબર જીજ-18-ઝેડ-2796ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પિતા સિંકદરભાઇ તેની ભાર રીક્ષા RTO રજી.નં.GJ-14-U-4289 ની મા બકાલુ ભરીને ધારગણી ગામથી ચલાલા આવતા હતા ત્યારે રસ્તામા વાવડી ગામ અને મોટી ગરમલી ગામના પાટીયા વચ્ચે ગાંધીનગર કોડીનાર એસ.ટી.બસ.GJ-18-Z-2796 ના ચાલકે તેમના પિતા સિંકદરભાઇની રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં તેમના પિતા પિતા સિંકદરભાઇ દાઉદભાઇ શેખ (ઉ.વ.૬૩), રીક્ષામા બેઠેલા બકાલાવાળા મુકેશભાઇ સવજીભાઇ પરમાર (ઉ.વ.૩૮)નું મોત થયં હતું જ્યારે સાહેદ વિનુભાઇ મધુભાઇ સોલંકીને ગંભીર ઇજા થઈ હતી. અમરેલીમાં રહેતા જયંતીલાલ બાબુભાઈ ચાવડા (ઉ.વ.૬૪)એ ટ્રક નં.GJ-14-X-7199 ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,આરોપીએ તેનો ટ્રક ગફલત રીતે ચલાવી તેના પુત્ર જીગ્નેશ (ઉ.વ.33)ની ફોર વ્હીલ જીજે-14-એપી-0027 સાથે ભટકાવ્યો હતો. જેમના તેમના પુત્રને ગંભીર ઈજા થતાં મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો.
આજે પાટણ જિલ્લામાં સાંતલપુરના સીધાડા ગામ નજીક એસટી બસ પલટી જતાં 10 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે સુરેન્દ્રનગરના વણા ગામ નજીક એસટી બસનો અકસ્માત સર્જાયો છે. બસ પલટી જતાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાં છે. લખતર પાસેના વણા ગામ પાસે પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલા યુવક અને યુવતીઓ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
ખેડૂતોનો હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય, ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની તારીખ લંબાવી