Amreli Fox Attacks: રાજ્યમાં સિંહ અને દીપડાના હુમલા બાદ હવે શિયાળના હુમલાના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના જાફરાબાદમાં શિયાળે ત્રણ લોકો પર ઘાતક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. છેલણા ગામમાં ત્રણ લોકો પર શિયાળે હુમલો કરતાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જોકે, બાદમાં શિયાળને પણ હડકવા ઉપડતા શિયાળનું પણ મોત થઇ ગયુ હતુ.
અમરેલીના જાફરાબાદના છેલણા ગામ નજીક શિયાળનો આતંક જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે હડકડવા ઉપડેલા શિયાળે મહિલા સહિત 3 લોકોને બચકાં ભર્યા હતા. શિયાળના હુમલા બાદ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત સ્થિતિમાં મહિલાને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ હડકવા ઉપડેલા શિયાળનું અચાનક મોત નીપજ્યું હતું. શિયાળના હુમલા બાદ છેલણા ગામના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.સમગ્ર મામલે જાફરાબાદ વનવિભાગ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે.
મોબાઈલની લત કેટલી ખતરનાક? સુરતમાં મોબાઈલ માટે પિતાએ ઠપકો આપતા 17 વર્ષના પુત્રએ આપઘાત કર્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12 માં અભ્યાસ કરતા 17 વર્ષીય સત્યમ ગુપ્તા નામના કિશોરે તેના પિતાએ મોબાઈલ ફોનમાં વધુ પડતા વ્યસ્ત રહેવા બદલ ઠપકો આપતા અને ફોન આપવાની ના પાડતા ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના July 18, 2025 ના રોજ બની હતી અને રવિવારે સારવાર દરમિયાન સત્યમનું મોત નીપજ્યું હતું. મૂળ યુપીના પ્રતાપગઢના વતની આ કિશોરના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનો માહોલ છે, અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ યુવાનોમાં મોબાઈલની લત અને તેના ગંભીર પરિણામો પર ફરી ચિંતા ઉભી કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, પાંડેસરાના ક્રિષ્ણા નગર ખાતે રહેતા અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા પપ્પુ યાદવનો 17 વર્ષીય પુત્ર સત્યમ ગુપ્તા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જોકે, સત્યમ અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે મોટાભાગનો સમય મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. તેના પિતાએ તેને ઘણીવાર ઠપકો આપ્યો હતો અને July 18, 2025 ના રોજ તેને મોબાઈલ ફોન આપવાની ના પાડી હતી. પિતાના આ ઠપકા અને નિર્ણયથી સત્યમને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. આ વાતથી નારાજ થઈને તેણે ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોને આ અંગેની જાણ થતાં જ તેઓ સત્યમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં રવિવારે સાંજે સારવાર દરમિયાન સત્યમનું કરુણ મોત નીપજ્યું હતું.