અમદાવાદઃ આજે અમરેલી (Amreli) જીલ્લા ભાજપમાં આપ (AAP) મોટું ગાબડું પાડી શકે છે. અમરેલીના ભાજપના જુના જોગી અને છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતા આજે બપોરે 2 વાગ્યે આપમાં જોડાવાના છે. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ (Sharad Lakhan) આપમાં જોડાવાની જાહેરાત કરતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


તેમણે સોશિયલ મીડિયા ફેસબૂક પર જાહેરાત કરી છે કે, તેઓ મંગળવારે બપોરે 2 વાગ્યે સર્કિટ હાઉસ અમરેલી ખાતે આમ આદમી પાર્ટીના આગેવના મહેશ સવાણી તથા અગ્રણીઓની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. 


એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેઓએ ભાજપ સામે નારાજગી દર્શાવી હતી અને પાર્ટી છોડવાનું કારણ ભાજપની છેલ્લા વર્ષોની તાનાશાહી નીતિ ગણાવી હતી. તેમજ નવા-નવા કાર્યકરોને અને જેમનું પબ્લિકમાં કોઈ સ્થાન નથી તેવાને ઉચ્ચા સ્થાને પહોંચાડે છે અને જનતા હેરાન થાય છે, તેવા આક્રોશ સાથે આપમાં જોડાયા હોવાનું જણાવી રહ્યા છે. 


તેઓ આજે મર્યાદિત કાર્યકરો સાથે આપમાં વિધિવત રીતે પ્રવેશ કરશે અને 2022ની ચૂંટણીનું તેમનું લક્ષ્યાંક રહેશે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ ભાજપમાં જિલ્લાના મુખ્ય 10 વ્યક્તિઓમાં મારું સ્થાન છે, પરંતુ મને પાર્ટીઓના કાર્યક્રમોમાં બોલાવવામાં પણ નહોતો આવી રહ્યો તેમજ હજારો કાર્યકરોની હાલત પણ આવી છે. નારાજગી પાર્ટીના નેતાઓને ખબર હોવા છતા પણ કોઈ ધ્યાન દેતું હોવાનો આરોપ મૂક્યો હતો અને કોઈ આપ સાથે કમિટમેન્ટ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.


છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતા......


-1985 -અમરેલી તાલુકા યુવા ભાજપ પ્રમુખ


-પ્રદેશ કારોબારરીના સભ્ય રહી ચૂક્યા છે....


-જિલ્લા ભાજપ મહામંત્રી -  2003 થી 2006


-જિલ્લા ભાજપ પ્રમુખ 2006 થી 2009


-જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન -  2011 થી 2013


-જિલ્લા પંચાયત પ્રમુખ -  2003 થી 2005


- પ્રભારીઓ સહિતની જવાબદારીઓ સંભાળી ચુક્યા છે.