ગૌહત્યા કેસમાં અમરેલી સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ગૌવંશનું કતલ કરનારા 3 દોષિતોને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. ગૌ હત્યા કેસમાં એક સાથે 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો ગુજરાતના ઈતિહાસનો આ પ્રથમ ચુકાદો છે. અમરેલી કોર્ટના ચુકાદા બાદ સંઘવીએ સોશલ મીડિયા પસ પોસ્ટ કરતા લખ્યું કે આ ‎એક સંદેશ છે, જે ગૌ માતા સાથે અન્યાય કરે છે તેમને બક્ષવામાં નહીં આવે. મહત્વનું છે કે 6 નવેમ્બરના રોજ પોલીસે બહારપર વિસ્તારમાં અક્રમ હાજી સોલંકીના મકાનમાં દરોડા પાડ્યા હતા..પોલીસના દરોડા દરમિયાન મકાનની તપાસ કરતા રસોડામાંથી ગૌમાંસ મળી આવ્યું હતુ. ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ઘરે જ ગાય કાપતો હતો અને તેનું વેચાણ કરતો હતો. પોલીસે પછીથી તેની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ તેને મદદ કરનારા બાકીના બંને આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

Continues below advertisement

Continues below advertisement

કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગૌવંશનું કતલ કરતા કસાઈઓ માટે 'લાલબત્તી સમાન' ગણાવીને જણાવ્યું હતું કે, ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે. ગૌહત્યા જેવા ગુના માટે રાજ્ય સરકાર કોઈ દયા દાખવશે નહીં. વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી પોલીસે બાતમીના આધારે ગૌવંશનું કતલ કરીને તેનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ જઘન્ય ગુના બદલ પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ ગઈકાલે અમરેલીની સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ગુનેગાર ઠેરવીને ઐતિહાસિક સજા આજીવન કેદ અને 18 લાખ24 હજારના દંડની સજા આપી હતી. મંત્રી વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે ગૌમાતા સાથે અન્યાય કરનારાઓને રાજ્ય સરકાર સખત હાથે કાયદાકીય પાઠ ભણાવશે. 

ઘટના નવેમ્બર 2023ની છે. અમરેલી સીટી પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પછીથી કેસ સિવિલ કોર્ટ પહોંચ્યો હતો. બાદમાં સેશન્સ કોર્ટે એક વર્ષની ટ્રાયલ બાદ આખરે સજા ફટકારી હતી.