અમરેલીઃ ચૂંટણી સમયે ચૂંટણી કાર્ડની સૌથી પહેલા જરૂર પડે છે. જો તે ન હોય તો તેના સ્થાને સરકારે માન્ય કરેલા અન્ય પુરાવાથી વોટિંગ કરી શકાય છે. પરંતુ ચૂંટણી કાર્ડને લઈ તંત્રની બેદરકારી અંગેના સમાચાર ઘણીવાર સામે આવતા હોય છે. આવી જ ઘટના અમરેલીમાં સામે આવી છે.

અમરેલીમાં કચરા પેટીમાંથી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવ્યો છે. હાઉસિંગ બોર્ડની ગલીમાંથી કચરાના ઢગલામાંથી મોટી સંખ્યામાં બિનવારસી પીવીસી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મામલાની જાણ થતાં પહોંચેલા અધિકારીઓ દ્વારા ચૂંટણા કાર્ડનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.



તંત્ર દ્વારા ચૂંટણી કાર્ડના જથ્થાનો યોગ્ય નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકી દેવાયા છે કેમ? તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે. ચૂંટણી કાર્ડ રદ કરાયેલા હોય કે આઉટડેટેડ થઈ ગયા હોય તો તેનો તંત્ર દ્વારા નિકાલ કરવો જરૂરી છે.

પંજાબ પેટા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો પૂર્વ IAS ઓફિસર બલવિંદર ધાલીવાલ સહિત કોને મળી ટિકિટ

PHOTOS: આમિર ખાનની દીકરીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડનેસના મામલે બોલીવુડની અભિનેત્રીએ પણ રહી જશે પાછળ

શેરબજારમાં દિવાળી, બે દિવસમાં સેન્સેક્સમાં 3000 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં થયો અધધ વધારો