અમરેલી જિલ્લાના ખાંભા તાલુકમાં જંગલ વિસ્તાર આવે છે. આ જંગલ વિસ્તારામાં આવેલા લાપાળા ડુંગરમાં આગ લાગવાની ઘટના સામે આવે છે. મોડી સાંજે લાગેલી આ આગ હાલ ડુંગર પર ફેલાઈ ચુકી છે. સ્થાનિક લોકો આગ પર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ કરી રહ્યા છે.


ગુજરાતના સિંહોનું ઘર એવા મિતિયાલા અભ્યારણ્યની બોર્ડર નજીક આવેલા લાપાળા ડુંગર વિસ્તારમાં લાગેલી આ આગ 250 વિઘા જેટલા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આ વિકરાળ આગમાં જંગલની વનરાજીનો મોટા પ્રમાણમાં નાશ થયો છે. આગ એટલી વિકારળ છે કે, દૂર સુધી તેની જ્વાળાઓ દેખાઈ રહી છે. આ સાથે આગ પર જલ્દી કાબૂ નહી મેળવાય તો આગ મિતિયાલા અભ્યારણ્ય સુધી પહોંચવાનો ખતરો પણ છે. હાલ સ્થાનિક લોકો આગ પર પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેમણે વન વિભાગને જંગલમાં આગ લાગવાની ઘટનાની જાણ પર કરી છે થતાં હજી કોઈ આગ બુઝાવવા માટે આવ્યું નથી. આગ કઈ રીતે લાગી એ પણ એક તપાસનો વિષય બન્યો છે. 


 


ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર હોવાનો રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યનો દાવોઃ


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક એવો ધડાકો થયો છે કે ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો અન્ય કોઈએ નહીં, પણ  રાજસ્થાનના અપક્ષ  ધારાસભ્ય સંયમ લોઢાએ કર્યો છે. સંયમ લોઢાના આ ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં જબરદસ્ત હલચલ મચી ગઈ છે.


સંયમ લોઢાએ કર્યો છે દાવો 


રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ આ દાવો કર્યો છે. એક ટ્વીટમાં સંયમ લોઢાએ લખ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે, સ્વસ્થ રહો અને સતર્ક રહો. આ સાથે જ આ ટ્વીટમાં સંયમ લોઢાએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ગુજરાત કોંગ્રેસ તેમજ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલને ટેગ કર્યા છે.