Amreli: એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કેટલાંક લોકો  સરકારી બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમરેલીના જાફરાબાદમાં મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો છે. રેવન્યુ તલાટી મંત્રી નીલેશ ડાભી 10,000ની લાંચ લેતા રંગે હાથ ACB ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. રેતીનું ટ્રેક્ટર ચલાવવા માટે લાંચ માંગી હતી. અમરેલી એસીબી ટીમ દ્વારા તલાટી મંત્રી ઉપર સફળ ટ્રેપ કરવામાં આવી હતી. 2022 વિધાનસભા ચૂંટણી સમયે રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમારે તમે તૈયાર છો ને ? યોગેશ પટેલ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે.  યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે.


શું કહ્યું યોગેશ પટેલે

યોગેશ પટેલે  કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમને કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો .


યોગેશ પટેલની રેલીમાં કોણ કોણ જોવા મળ્યું

ભારે જન મેદની સાથે યોગેશ પટેલની ભવ્ય રેલી રાવપુરા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. યોગેશ પટેલ ફોર્મ ભરતા કહ્યું હું સતત આઠમી વાર પણ ભવ્ય વિજય મેળવીશ.


યોગેશ પટેલને પૂછવામાં આવ્યું કે, ટિકિટ આપવામાં ઉંમરનો બાધ ન નડ્યો, જેના જવાબમાં કહ્યું હું શરીરે ફિટ છું, યુવાઓ ઘરમાં પુરાઈ રહે છે,  આજે પણ ક્રિકેટ રમું છું. શુ આગામી 2027 માં નવમી વાર પણ ચૂંટણી લડશો તેના જવાબમાં યોગેશ પટેલ એ કહ્યું શરીર સાથ આપે તો. કેટલા મોટા માર્જિનથી ચૂંટણી જીતશો ? તેના સવાલ માં કહ્યું કે મોટી જીત મેળવું તો બધાની નજર મારી બેઠક પર આવી જાય છે .


મેં સી.આર.પાટીલને મનાવવાનો પ્રયત્ન કર્યો, કહ્યું- છેલ્લી ટર્મ ચૂંટણી લડવા દો પણ... મધુ શ્રીવાસ્તવ


ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપે આ વખતે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી. જેના કારણે તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા તેમણે પોતાના કાર્યાલયથી ભવ્ય રેલી યોજી હતી. આ સમયે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, અધુરા વિકાસના કામો પૂર્ણ કરવા ચૂંટણી લડી રહ્યો છું. મારા કાર્યકર્તાઓના કહેવાથી ચૂંટણી લડવાનો છું. સી આર પાટીલે મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, મેં કીધું છેલ્લી ટર્મ ચુંટણી લડવા દો પણ તેમણે વાત ન માની. હું ચૂંટણી લડવાનો, જીતવાનો અને કાર્યકર્તાઓ કહે તે કરીશ.