Amreli News: અમરેલી વિદ્યાસભા સંકુલમાં બજાવતા શિક્ષિકાનું મોત થયું છે. તરસરિયા રીનાબેન (ઉં. 23) વહેલી સવારે સ્ટાફ ક્વાર્ટર રૂમના બેડ ઉપર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી વિદ્યાસભામા શિક્ષક તરીકે બજાવતા હતા. વિદ્યાસભાના સંસ્થાના સંચાલક દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા.
પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે મોતનું કારણ
શિક્ષિકાના પી.એમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે. મળતી માહિતી મુજબ મૃતક રીનાબેન ખાંભા તાલુકાના ગીદરડી ગામના રહેવાસી હતા. અમરેલી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં ભાજપ નેતા રવુભાઈ ખુમાણને મારી નાખવાની ધમકી આપ્યાની રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપ નેતાના પુત્રના પેટ્રોલપંપ પર એક શખ્સે આવી બબાલ કરતા તેમના વિરુદ્ધ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પિતાને ધમકી મળી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના સભ્ય રવુ ખુમાણને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપ નેતાના પુત્રએ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અસમાજિકતત્વ ઉશ્કેરાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનમા અજાણ્યા નંબર પરથી બાબુ નામે કોલ કરનાર વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઈ હતી. ભાજપ સંગઠનમાં કામ કરનાર રવુ ખુમાણે મોડી રાતે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસ થી શાકભાજીના ભાવમાં થયો ઘટાડો થયો છે. એક સપ્તાહ પહેલા શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા હતા, શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓમાં કચવાટ હતો. હાલ શાકમાર્કેટમાં 50% જેવો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. ટામેટા રૂપિયા 120 ના કિલો, રીંગણા ૪૦ થી ૬૦ રૂપિયે કિલો, દૂધી ૩૦ થી ૪૦ રૂપિયે કિલો,કારેલા ૪૦ રૂપિયે કિલો મળી રહ્યા છે. કોબી ૫૦ રૂપિયે કિલો, ગુવાર ૧૦૦ થી ૧૨૦ રૂપિયે કિલો, ભીંડો ૬૦ રૂપિયે કિલોના ભાવે મળે છે. તુરીયા ૪૦ થી ૬૦ રૂપિયે કિલો,ફુલાવર ૧૦૦ રૂપિયે કિલો, બટેટા ૨૦ રૂપિયે કિલો,લીલા મરચા ૮૦ રૂપિયે કિલો,કાકડી ૪૦ રૂપિયે કિલો,લીંબુ ૩૦ થી ૪૦ રૂપિયે કિલો,ચોળી ૬૦ રૂપિયે કિલો,કોથમરી ૬૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ
ડાયાબિટીસના રિસ્કથી હંમેશા ટેંશન ફ્રી રહેવા અપનાવો આ રીત, શુગર લેવલ રહેશે કંટ્રોલમાં