અમરેલીઃ સાવરકુંડલાના ધાર ગામે ખેડુત પરિવારના માતા-પુત્રીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોટી દીકરીનો પ્રસંગ નજીક હોય અને આર્થિક સંકડામણના કારણે પગલું ભર્યાની પોલીસમાં જાણ કરવામાં આવી છે. 21 વર્ષીય ભૂમિકાબેન ખિસરિયાએ માતા હંસાબેન કાંતિભાઈ ખીસરીયા(ઉં.વ.52) સાથે આપઘાત કરી લીધો છે.
પોતાના ઘરે વહેલી સવારે સાડી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સ્થળે દોડી આવી હતી. માતા-પુત્રીના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડાયા છે. સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના લોકો પણ સ્થળ પર પહોંચ્યા છે.
Surat : જ્વેલરી ડિઝાઇનર યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર, 4 વર્ષ પહેલા લીધા હતા છૂટાછેડા
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર યુવતીએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિ સાથે છૂટાછેડા પછી 4 વર્ષથી યુવતી એકલી જ રહેતી હતી. યુવતીએ આપઘાત પછી મૃતદેહ ત્રણ દિવસ સુધી લટકતો રહ્યો હતો. ઘરમાંથી દુર્ગંધ આવતાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલાના પૂર્વ પતિને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 33 વર્ષીય જ્યોતિબેન અડાજણની રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં પતિથી અલગ રહેતા હતા. મૃતક જ્યોતિબેનના લગ્ન લગભગ 2005માં થયા હતા અને 2017માં છૂટાછેડા થઈ ગયા હતા. પતિથી અલગ થયા પછી જ્યોતિબેન જ્વેલરી ડિઝાઇનનું કામ કરતાં હતાં. જ્યોતિબેન નિઃસંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ અને ફાયરની ટીમે દરવાજો તોડી પ્રવેશ કરતા બેડરૂમમાંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે ગઈ હતી. અડાજણ જલારામ બાપાના મંદિરની પાસે રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં એક મહિલા દુપટ્ટાને પંખા સાથે બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી.