અમરેલી: બાબરામાં બુધવારી બજારમાં પાથરણવાળાને હટાવતી વખતે પોલીસની દબંગાઈ સામે આવી હતી. પોલીસે પાથરણાવાળી મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. મહિલા PSI દીપિકા ચૌધરીએ મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. તેના બાદ મહિલાઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને મહિલા પીએસઆઈ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટના બાદ લાઠીચાર્જ કરનારી PSI દીપિકા ચૌધરી સસ્પેંડ કરાયા છે.

અમરેલીના બાબરાના નદીના પટમાં ભરાતી બુધવારી બજારમાં બેસતા ફેરિયાઓને દૂર કરવાની અમરેલી પોલીસની આ પદ્ધતિ ચર્ચાનું કેંદ્ર બની હતી. નદીના પટાંગણમાં ખુલ્લામાં પથારા પાથરી મહિલાઓ જૂના કપડાઓ વેચી પોતાનું ગુજરાન ચલાવતી હોય છે. પોલીસે ઈચ્છયું હોત તો સૂચના આપીને પણ દબાણો દૂર કરાવી શકાયા હોત..પણ પીએસઆઈ દીપિકા ચૌધરીએ મહિલાઓ પર લાઠી ફટકારતા મહિલાઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.


ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. પીએસઆઈ સામે પગલાં લેવાની માગ કરી હતી. તેના બાદ મહિલા PSIને સસ્પેંડ કરાયા છે.