અમરેલીઃ રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે પડતા મહેરબાન થયા છે. આસો મહિનાની શરૂઆતમાં પણ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આજે બપોર પછી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારો ગાધકડા, લીખાળા, ખડસલી સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થઈને ઉભેલા મગફળી, બાજરી, કપાસના પાક પર ખતરો ઉભો થયો છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે તો કપાસના છોડ પર આવેલા ઝીંડવા તથા ફાલ ખરી પડ્યો છે.
અમરેલીના બગસરા, ધારી, સાવરકુંડલા, બાબરા , રાજુલા સહિતના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોએ લીલા દુકાળની આશંકા વ્યક્ત કરી છે. દરમિયાન ગુજરાતમાં સાંજે 4 વગાયા સુધીમાં 81 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના તિલકવાડામાં 1.2 ઈંચ નોંધાયો છે. અમરેલીના રાજુલામાં 1 ઈંચ તથા વલસાડના કપરાડામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
અમરેલીઃ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા
abpasmita.in
Updated at:
01 Oct 2019 05:02 PM (IST)
સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારો ગાધકડા, લીખાળા, ખડસલી સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થઈને ઉભેલા મગફળી, બાજરી, કપાસના પાક પર ખતરો ઉભો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -