Amreli: અમરેલીમાં એસટી બસના ડ્રાઇવરે આત્મહત્યાનો પ્રયાસ કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, અમરેલીના બગસરા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિવેક જાંબુકીયાની બદલી થતા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઇવરે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો.
એસટી ડ્રાઇવરના પત્નીએ એસટી ડેપોના જ કેટલાક કર્મચારીઓના ત્રાસથી દવા પીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. બગસરા ડેપો તરફથી વારંવાર બદલી કરાતા કંટાળીને આત્મહત્યા કર્યાનો ડ્રાઇવરના પત્નીએ આરોપ લગાવ્યો હતો. આ મામલે બગસરા ડેપો મેનેજરનો સંપર્ક કરાતા તેમણે તમામ આરોપ ફગાવી દીધા હતા.
બગસરા એસટી ડેપોના મેનેજર ઉર્વીશાબેન ગઢવીએ કહ્યું હતું કે વિવેકભાઈ જાંબુકીયાનો ઓર્ડર સેન્ટ્રલ ઓફિસથી હિમતનગરનો આવેલ છે. તેમનો બદલીનો ઓર્ડર વિભાગ કચેરી ખાતેથી બગસરા ડેપોને મળેલ છે. બગસરા ડેપો મેનેજર દ્વારા માત્ર બજવણી કરીને મુક્ત કરેલ છે. બગસરા ડેપો દ્વારા કોઈ માનસિક ત્રાસ જેવી બાબતો રહેતી નથી.
ખેડૂતને 1 રૂપિયાની નોટિસ આપનારા PGVCLના મહિલા કર્મચારીની 100 કિમી દૂર બદલી
અમરેલી જિલ્લાના કુંકાવાવ પીજીવીસીએલ દ્વારા નાની કુંકાવાવના ગ્રાહક હરેશભાઇ પોપટભાઈ સોરઠીયાએ ગ્રીન હાઉસ માટે લીધેલું હતું તે થોડા વર્ષ પેહલા રદ કરાવેલ હતું અને તેમાં શરત ચૂક થી એક રૂપિયો બાકી રહી ગયો હતો. આ બાકી એક રૂપિયો ભરવા માટે પીજીવીએસએલ તરફથી નોટિસ આપવામાં આવી હતી. ખેડૂત પાસેથી એક રૂપિયો લેવા માટે 5 રૂપિયાની ટિકિટ લગાવવામાં આવી હતી. જેમાં ખેડૂતને એક રૂપિયો ભરવા લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ આપી હતી.
આ મામલો મીડિયામાં ચમક્યા બાદ ખેડૂતનો એક રૂપિયો લોક અદાલતમાં પીજીવીસીએલ દ્વારા લેવામાં આવ્યો નહોતો. એક રૂપિયાની નોટિસ આપવા બાદલ પીજીવીસીએલમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારીની કુંકાવાવથી રાજુલા ખાતે બદલી કરાઈ હતી, એટલેકે 100 કિમી દૂર બદલી કરવામાં આવી હતી.
એક રૂપિયાની ભરપાઈ કરવા ખેડૂત 28 કી. મી. બાઇક લઈને વડિયા નામદાર કોર્ટ પહોંચ્યા હતા. ખેતી કામ છોડીને મજૂરોને રઝળતા મૂકી ખેડૂત કોર્ટેમાં પહોંચ્યા હતા.બે-ત્રણ કલાક કોર્ટમાં હાજર રહેવા છતાં બાકી રકમ સ્વીકારવામાં આવી નહોતી. Pgvcl અધિકારીઓના આનાકાનિઓને લઈ ખેડૂતે જજ સાહેબ પાસે ન્યાય માંગ્યો હતો. જજ સાહેબ દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન ન કરવા pgvcl અધિકારીઓને ખખડાવ્યા હતા. Pgvclના અંગ્રેજ શાહી વલણમાં ખેડૂત માનસિક તણાવ અને હેરાનગતિનો શિકાર બન્યો હતા.