Porbandar news: પોરબંદર સાંસદના રમેશભાઈ ધડૂકે જેતપુર જેતલસર સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને ભાવનગર-જેતલસર ટ્રેનના વેરાવળ અને પોરબંદર સુધીના વિસ્તરણનું શુભારંભ કર્યું. રેલવે મંત્રાલયના આદેશ મુજબ પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09568/09565 ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-જેતલસર ટ્રેનને વેરાવળ સુધી લંબાવવામાં આવી છે.  પોરબંદર સાંસદ રમેશભાઈ ધડૂકે જેતલસર રેલ્વે સ્ટેશનથી મહાનુભાવોની હાજરીમાં ટ્રેનને લીલી ઝંડી બતાવીને ટ્રેનને લંબાવવાનો પ્રારંભ કરી રવાના કરી હતી.



ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે 04.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.30 કલાકે વેરાવળ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ 14.40 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 22.05 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, ઢસા, લાઠી, ખીજડીયા, ચિતલ, લુણીધાર, કુકાવાવ, ખાખરીયા, વડીયા દેવળી, વાવડી, જેતપુર, જેતલસર, જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
2. ટ્રેન નંબર 09565 પોરબંદર-ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09568 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 15.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.10 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વાંસજાળીયા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, જેતપુર, વડીયા દેવળી, ખાખરીયા, કુંકાવાવ, લુણીધાર, ચીતલ, ખીજડીયા, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે.




3. ટ્રેન નં. 19207 પોરબંદર-રાજકોટ ડેઇલી એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે 05.45 કલાકે ઉપડશે અને 10.30 કલાકે રાજકોટ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસ દરરોજ 16.10 કલાકે રાજકોટથી ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ, તરસઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર સહિત ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા