અમરેલીઃ રાજુલાના ચારનાળા રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. માતા,પિતા અને પુત્રનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. 3 લોકોના એક સાથે મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 


આ ત્રણેય મૃતક રાજુલાના ચોત્રા ગામના દેવીપૂજક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઘટના સ્થળ પર પહોંચી પરિવારને સાંત્વના આપી હતી. 



Panchmahal : રોંગ સાઇડમાં આવતાં એક્ટિવાને બચાવવા જતાં કાર ડીવાઇડરમાં ઘૂસી ગઈ, ચાલકનું મોત


ગોધરાઃ ઉત્તરાખંડથી વડોદરાથી જઈ રહેલ કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. ગોધરા લુણાવાડા હાઇવે પર શહેરા પાસે આવેલા એચપી પેટ્રોલ પમ્પ નજીક અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા એક્ટિવા ચાલકને બચાવવા જતા XUV કાર ડીવાયડર સાથે અથડાઈ હતી.  


અકસ્માતની ઘટનામાં હાઈવે વચ્ચે આવેલ લોખંડનું ડીવાઈડર XUV કારની આરપાર ઘુસી ગયું હતું. તેમજ કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક્ટિવા ચાલકને ઇજા થતાં શહેરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતને પગલે લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. 


ગુજરાતમાં કોરોનાને લઈને વધુ એક જિલ્લાથી આવ્યા મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવે ગુજરાતમાં માત્ર 345 એક્ટિવ કેસો જ રહ્યા છે. ત્યારે એક પછી એક જિલ્લા ફરી એકવાર કોરોનામુક્ત બની રહ્યા છે. હવે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ જિલ્લામાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 


રાજ્યમાં આ સિવાય અરવલ્લી અને પંચમહાલ જિલ્લો કોરોનામુક્ત બનેલા છે. આમ, મધ્ય ગુજરાતના બે જિલ્લા કોરોનામુક્ત થયા છે. અગાઉ ડાંગ, પાટણ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા. જોકે, આ જિલ્લામાં ફરીથી કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે પોરબંદર, પાટણ, મોરબી, મહીસાગર જિલ્લામાં કોરોનાના માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.