AMRUT SAROVAR: બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે તેના કાયમી ઉકેલની દિશામાં કદમ માંડ્યા છે. પ્રધાનમંત્રીના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણના આહવાનને ઝીલી બનાસકાંઠાએ ૯૯ અમૃત સરોવરનું નિર્માણ કર્યું છે. 


ગુજરાતનો સરહદી જિલ્લો એટલે બનાસકાંઠા.  બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઉંડા હતા અને પાણીની સમસ્યા હતી. રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના થકી તળાવો ઉંડા તથા નવીન બનાવી પાણીદાર ગુજરાત બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જેના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 99થી વધુ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય શરુ થયું. આવું જ એક સરોવર સુઈગામ તાલુકાના મમાણા ગામે બનાવવામાં આવ્યું. 12 એકરમાં ફેલાયેલા આ સરોવર જે પહેલા છીછરું હોવાથી પાણી સંગ્રહ થતુ નહોતું જેને ઉડું કરવામાં આવ્યું અને 7200 ક્યુબિક લીટર પાણી સંગ્રહનો વધારો થયો.


બનાસકાંઠા જિલ્લામાં આ અમૃત સરોવર નિર્માણના યજ્ઞમાં ચાંદરવા, આંત્રોલ, છાપરા, કુંભલસર, કરજોડા, વાવ જેવા અનેક ગામ જોડાયા અને અત્યારે 99માંથી 50થી વધુ અમૃત સરોવરનું નિર્માણ થઈ અને બાકીના સરોવરોનું કામ પ્રગતીમાં છે.  આ અમૃત સરોવર નિર્માણ થકી જળ સંચયની સાથે ગ્રામીણ મજુરોને 4 લાખથી વધુ માનવદિવસની રોજગારીનું સર્જન થયુ છે. આમ, આ જળયજ્ઞ આવનાર દિવસોમાં પાણીદાર ગુજરાત બનાવવાની નેમને સાર્થક કરશે એ નક્કી છે. 


છેલ્લા ઘડીએ સાંસદ મનસુખ વસાવાની પાછીપાની


નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોખુફ રાખવામાં આવી છે. હકિકતમાં સાંસદ મનસુખ વસાવા સરતી મંજૂરી સાથે આવવા તૈયાર નથી. તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ યોજાય એવી સરત કરી હતી. તો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 4 લોકોની વચ્ચે પણ ડિબેટ કરવા તૈયાર થયા છે. 10 વાગે ધારાસભ્ય ચૈતર વસાવા ડિબેટ માટે પહોંચી જશે તેવી માહિતી સામે આવી છે. જોકે સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર નથી. એટલે એક વ્યક્તિ સાથે ડિબેટ થાય નહીં. આમ દેશની પ્રથમ ઓપન ડિબેટ કેન્સલ થઈ છે. તો બીજી તરફ ડિબેટ કેન્સલ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત પોલીસે ચેતર વસાવાને ડેડીયાપડા ખાતે નજર કેદ કર્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. 


અમૂલના દૂધની કિંમતમાં ફરી એકવાર વધારો


મોધવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે.  અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો  ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.


તો બીજી તરફ  દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં  20 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે 770ના બદલે 790 રૂપિયા મળશે.  ડેરીના નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને  ફાયદો થશે. અમૂલ ડેરીએ પણ  દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હવે  દૂધના પ્રતિ કિલો ફેટે હવે 800ને બદલે 820 રૂપિયા ચૂકવાશે.. નવો ભાવ વધારો આજથી અમલી કરવામાં આવ્યો છે.