CBI PI Sandeep Kumar arrested: ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ તરીકે ફરજ બજાવતા સંદીપ કુમારની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સંદીપકુમાર હાજર થયા બાદ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ સંદીપ કુમાર ફરાર થઈ ગયા હતા, જો કે, શુક્રવારે અચાનક હાજર થતા  અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. દીવમાં ફરજ બજાવનારા કેન્દ્રના અધિકારીને ભ્રષ્ટાચારના કેસમાં ફીટ કરવાની ધમકી આપ્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી.


સીબીઆઈના ગાંધીનગરના અધિકારી પર રૂ. 10,00,000ની લાંચ માંગવાની ફરિયાદ નોંધાઇ હતી. સીબીઆઇના અધિકારીની ગાંધીનગર સ્થિત કચેરી સીલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયાની જાણ થતા સીબીઆઇના અધિકારી સંદીપકુમાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.  દીવમાં ફરજ બજાવતા મત્સ્યઉદ્યોગ વિભાગના મદદનીશ અધિકારી અંજનીએ તેમની સામે CBIમાં લેખિત ફરિયાદ કરી હતી. સંદીપ કુમાર ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ તરીકે ફરજ બજાવતા હતા.  લાંચ માંગનાર સંદિપકુમાર સાથેની થયેલી વાતચીતના તમામ પુરાવાઓ શુકન અંજનીએ સીબીઆઈને સોપ્યા હતા. પુરાવાની ચકાસણી કર્યા બાદ સીબીઆઇએ પોતાના જ અધિકારી સામે ફરિયાદ દાખલ કરી હતી.


છેલ્લા ઘડીએ સાંસદ મનસુખ વસાવાની પાછીપાની


નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોખુફ રાખવામાં આવી છે. હકિકતમાં સાંસદ મનસુખ વસાવા સરતી મંજૂરી સાથે આવવા તૈયાર નથી. તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ યોજાય એવી સરત કરી હતી. તો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 4 લોકોની વચ્ચે પણ ડિબેટ કરવા તૈયાર થયા છે. 10 વાગે ધારાસભ્ય ચૈતર વસાવા ડિબેટ માટે પહોંચી જશે તેવી માહિતી સામે આવી છે. જોકે સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર નથી. એટલે એક વ્યક્તિ સાથે ડિબેટ થાય નહીં. આમ દેશની પ્રથમ ઓપન ડિબેટ કેન્સલ થઈ છે. તો બીજી તરફ ડિબેટ કેન્સલ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત પોલીસે ચેતર વસાવાને ડેડીયાપડા ખાતે નજર કેદ કર્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. 


અમૂલના દૂધની કિંમતમાં ફરી એકવાર વધારો


મોધવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે.  અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો  ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.


તો બીજી તરફ  દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં  20 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે 770ના બદલે 790 રૂપિયા મળશે.  ડેરીના નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને  ફાયદો થશે. અમૂલ ડેરીએ પણ  દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હવે  દૂધના પ્રતિ કિલો ફેટે હવે 800ને બદલે 820 રૂપિયા ચૂકવાશે.. નવો ભાવ વધારો આજથી અમલી કરવામાં આવ્યો છે.