Amul Buttermilk: ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ હવે ગ્રાહકોને ડામ ઉપર ડામ આપવાનું શરૂ કર્યું છે. પહેલા દૂધના ભાવમાં વધારો બાદમાં દહીં અને લસ્સીના ભાવમાં વધારો ઝીંકી દીધો.  જ્યારે હવે ચૂપચાપ છાશમાં પણ ઝટકો આપ્યો છે. અમૂલે છાશના ભાવ તો ના વધાર્યા પરંતુ ચૂપચાપ રીતે માત્રામાં ઘટાડો કરી ગ્રાહકોના ખિસ્સા પર રીતસરની કાતર ફેરવી દીધી.

Continues below advertisement

અમૂલે છાશના ભાવ યથાવત રાખ્યા પરંતુ માત્રામાં ચૂપચાપ 10થી 30 ML સુધીનો ઘટાડો કરી નાંખ્યો. રૂપિયા 20ના ભાવે મળતી છાશ ગ્રાહકને 20માં જ મળશે પરંતુ 650 MLના બદલે 620 ML જ મળશે. હવે ગ્રાહકને 10 રૂપિયાના છાશના પેકેટમાં ગ્રાહકને હવે 300 MLના સ્થાને 280 ML જ છાશ મળશે. આમ અમૂલે પેકમાંથી માત્રાનો ઘટાડો કરી ગ્રાહકોની જાણ બહાર કાતર મારી દીધી છે. 

Continues below advertisement

અમૂલે છાશના વિવિધ પાઉચના જથ્થામાં કર્યો ઘટાડો

અમૂલ દ્વારા છાશના વિવિધ પેકેટની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી ગ્રાહકને છાશ પહેલાના ભાવે જ મળશે પરંતુ માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 20 રૂપિયાના છાશના પાઉચમાં અગાઉ 650 ML છાશ મળતી હતી, જેમાં હવે 30 MLનો ઘટાડો કરતા હવે 620 ML છાશ મળશે. આ ઉપરાંત 10 રૂપિયાની છાશના પાઉચમાં અગાઉ 300 ML છાશ મળતી હતી, જેમાં હવે 20 ML ઘટાડો કરાતા 280 ML છાશ મળશે. આ રીતે 10 અને 20 રૂપિયાના છાશના પાઉચની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે પણ ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.

અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો

અમૂલ દ્વારા દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં વધારો ઝીંકાયો છે, આ ભાવમાં પ્રતિ કિલો તથા પેકેટ દીઠ વધારો કરવામાં આવ્યો છે. GCMMF દ્વારા ઉત્પાદન ખર્ચ વધવાના કારણે રાજ્યભરમાં આ નવા ભાવો તાજેતરમાં અમલમાં મૂકવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોના રસોડાનું માસિક બજેટ વધુ પ્રભાવિત થયું છે.

અમૂલ મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે 1 કિલોગ્રામ અમૂલ મસ્તી દહીંનો નવો ભાવ 85 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, 380 ગ્રામના પેકેટમાં મળતું અમૂલ મસ્તી દહીં હવે 37 રૂપિયામાં ઉપલબ્ધ થશે. બીજી તરફ, ઘર વપરાશ કે નાના વેપારીઓ માટે ઉપયોગમાં લેવાતી અમૂલ મસ્તી દહીં બકેટ (1 કિલો)ના ભાવમાં પણ 5 રૂપિયાનો વધારો થયો છે, જેથી હવે આ બકેટ 120 રૂપિયામાં મળશે. માત્ર દહીં જ નહીં, પરંતુ પીણાંમાં લોકપ્રિય એવી અમૂલ પ્રો. બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે તેની નવી કિંમત 17 રૂપિયા થઈ ગઈ છે.