બનાસકાંઠાઃ ગુજરાતની અગ્રણી સહકારી દૂધ ડેરી બનાસ ડેરીએ નવું અમૂલ મોતી દૂધ લોન્ચ કર્યું છે. આ દૂધ અનોખું છે અને બનાસ જેરી દ્વારા દાવો કરાયો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના પણ 90 દિવસ પાઉચમાં રહેશે તો આ દૂધ નહીં બગડે. ત્રણ મહિના પછી પાઉચમાંથી બહાર કાઢીને તેનો ઉપયોગ કરી શકાશે.
બનાસ ડેરીનો દાવો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના દૂધ ન બગડે તે માટેનું પાઉચ બનાસ ડેરીના સંશોધકોએ બનાવ્યું છે. આ અમૂલ મોતી દૂધના પાઉચથી ગ્રાહકોને દૂધ બગડવાની સમસ્યાથી છૂટકારો મળશે. જેમના ઘરમાં ફ્રીઝ નતી એવાં લોકો માટે આ દૂધ આશિર્વાદરૂપ સાબિત થશે.
એ જ રીતે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં અમૂલનું મોતી દૂધ સૈન્ય અને લોકોના ઉપયો માં આવી શકશે. પ્રવાસે જનારા પણ પોતાની સાથે આ દૂધ રાખી શકશે અને જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરી શકશે.
આ દૂધના 500 મિલિના પાઉચની કિંમત 20 રૂપિયા અને 200 મિલિના પાઉચની કિંમત 9 રૂપિયા છે. હાલમાં આ દૂધ જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને છત્તીસગઢમાં લોંચ કરાયું છે.
અમૂલનું આ દૂધ ફ્રીઝમાં નહીં મૂકો તો પણ 90 દિવસ સુધી નહીં બગડે, જાણો શું છે કિંમત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2020 08:16 AM (IST)
ગુજરાતની અગ્રણી સહકારી દૂધ ડેરી બનાસ ડેરીએ નવું અમૂલ મોતી દૂધ લોન્ચ કર્યું છે. આ દૂધ અનોખું છે અને બનાસ જેરી દ્વારા દાવો કરાયો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના પણ 90 દિવસ પાઉચમાં રહેશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -