સુરેન્દ્રનગરમાં હત્યાનો પ્રયાસ કરનાર કિન્નરની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે યુવક પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરનાર કિન્નરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમા જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર યુવકે યોગેશ ઉર્ફ સાનિયા વણપરા નામના કિન્નરને મૂળચંદ કેનાલ પર બોલાવી અનૈતિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતુ. પરંતુ કિન્નરે આમ કરવાની ના પાડી હતી. તેમ છતાં યુવક કિન્નર સાથે વારંવાર બળજબરીપૂર્વક અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરવા લાગ્યો હતો. જેનાથી ગુસ્સે થયેલા કિન્નરે યુવક પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા એ-ડિવિઝન પોલીસે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં દ્ધારકા ખાતેથી કિન્નરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત લિંબાયતનો લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો
સુરતના લીંબાયત લવ જેહાદ મામલો પ્રકારમાં આવ્યો છે. અહીં વિધર્મી યુવકે તેમની ધર્મ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી બાદ તેમની સાથે લગ્ન કર્યાં જો કે લગ્ન બાદ યુવતીને તેમનો ધર્મ અપનાવવા માટે ફરજ પાડવામાં આવતા યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
સુરતના લીબાયતમાં યુવક પોતાનો ઘર્મ છુપાવીને યુવતીના સંપર્કમાં આવ્યો અને પ્રેમસંબંધ બાદ લગ્ન પણ કર્યો આ યુવકે લગ્નની લાલચ આપીને .યુવતીનું પહેલા 6 મહિના શારિરીક શોષણ પણ કર્યું. જો કે લગ્ન બાદ યુવકનો અસલી ચહેરો સામે આવ્યો યુવકે યુવતીને પોતાનો ઘર્મ અપનાવવા માટે દબાણ કર્યું,. સમગ્ર હકીકત સામે આવતા યુવતી તેમના માતા પિતાના ઘરે પરત ફરી અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરતાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા યુવતી તેમના આરોપી પતિ યુવકના બંને ભાઇ સામે પણ દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરામાં ડ્રગ્સ કૌભાંડનો વધુ એક પર્દાફાશ, SOGએ 20 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ
વડોદરા ગ્રામ્ય એસઓજીએ 20 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.મેફેડ્રોનના કોમર્શિયલ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતથી વડોદરા જતા વાહનોના ચેકિંગ દરમિયાન શખ્સ ઝડપાયો હતો. નશાના કારોબાર સાથે સંકળાયેલા અન્ય ત્રણ શખ્સો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મુંબઈથી મેફોડ્રોનનો જથ્થો લાવી વડોદરા શહેર અને જિલ્લામાં વેચાણ કરતો હોવાની હકીકત સામે આવી છે. વડોદરા ગ્રામ્ય એસઓજીએ 20 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.