અમરેલી: સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામમાં સતત ભૂકંપના આચકાઓ આવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ફરી આજે સવારે ત્રણ જેટલા ભૂકંપના આચકાઓ આવતા મિતિયાળાવાસીઓ ફફડી રહ્યા છે. આ અગાઉ સિસ્મોલોજી વિભાગની ટીમ આ ગામની મુલાકાત લઈ ગઈ હતી અને ગ્રામજનોને હળવા આચકા આવવાથી કોઈ નુકસાન નહીં થાય તેવી હૈયાધારણા આપી હતી પરંતુ સતત આવી રહેલા ભૂકંપના આંચકાથી ગામ લોકો, વિદ્યાર્થીઓ અને માલધારીઓને ભૂકંપનો દર સતાવી રહ્યા છે. મીતીયાળા જંગલ વિસ્તાર નજીકનું ગામ હોવાથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે છતાં ગામ લોકોને વન્ય પ્રાણીઓનો ડર નથી એટલો ડર ભૂકંપનો સતાવી રહ્યો છે.
આજે 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરમની બહાર નિકળી ગયા હતા. જો કે, આંચકો હળવો હોવાથી હાલ સંપત્તિના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. છાશવારે ભૂકંપના આંચકાઓથી મીતીયાળાવાસીઓભયભીત થયા છે. સવારના 7:52, 7:53 અને 7: 57 ના સમયે ઉપરા ઉપર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અંગે સ્થાનિકો અને સરપંચે મીડિયાને ભૂકંપના આચકાની માહિતી આપી હતી.
ગુજરાતની શાળાઓમાં શિક્ષકોએ ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા પ્રસ્તાવ
ગાંધીનગર: આમ તો દરેક વ્યક્તિ જેને જે પહેરવું હોય તેના માટે સ્વાતંત્ર જ છે. પરંતુ જ્યારે એક શિક્ષક તરીકે વ્યક્તિ શાળામાં આવે છે ત્યારે ઘણી બધી મર્યાદા હોય છે. એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે, શાળામાં બાળકોને માટે અને શાળાના વાતાવરણને શોભે તેવા પોષાક પહેરવા જોઈએ. શિક્ષિકાઓ માટે સલવાર- કુર્તી પહેરી શકાય. આદર્શ પહેરવેશની સાથે જો કોઈ યુનિફોર્મ હોય તો તે વધુ શ્રેષ્ઠ સાબિત થઈ શકે. શિક્ષકોનું વ્યક્તિત્વ બાળકો માટે મહત્વનું સાબિત થાય છે.
સામાન્ય સભામાં અનેક પ્રસ્તાવો પર ચર્ચા થશે
આજકાલના બાળકો સ્માર્ટ છે અને ઘણું બધું નિરીક્ષણ કરતા હોય છે. કોઈપણ વ્યક્તિનો ડ્રેસ - પહેરવેશ માણસના વ્યક્તિત્વ અંગે પહેલી દ્રષ્ટિએ મહત્વનો હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે સામાન્ય સભા યોજાવાની છે. સામાન્ય સભામાં અનેક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ચર્ચાના અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિર્ણય કરશે.
કોમ્પ્યુટર વિષયની ફી રૂ. 50થી વધારી 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ
શાળામાં શોભે એવાં પોષાક પહેરવા જોઈએ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય દ્વારા શાળામાં શિક્ષકો માટે આદર્શ પહેરવેશ માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. તેવામાં abp asmita એ અમદાવાદની શાળાના શિક્ષકો સાથે વાત કરી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો બોર્ડના સભ્ય દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શાળામાં શોભે એવા આદર્શ કપડા પહેરવા જોઈએ. જ્યારે શિક્ષકો પણ આ બાબતને મહદઅંશે આવકારી રહ્યાં છે, શિક્ષકોનું કહેવું છે કે શિક્ષકો જ્યારે શાળામાં પહોંચે છે ઘણી મર્યાદા હોય છે, જેથી તેમને શાળામાં શોભે એવાં પોશાક પહેરવા જોઈએ.